Abtak Media Google News

વેચાણના વ્યવહારો કર્યા ન હોવા છતાં માત્ર બીલો આપી ગ્રાહકો પાસેથી વેરો વસુલ કરી કૌભાંડ આચર્યુ

રાજકોટના વિજય પ્લોટમાં આવેલા ગોડાઉન રોડ પર સ્કેપના ધંધાર્થીએ વેચાણના વ્યવહારો કરી માત્ર બીલો આપી ગ્રાહકો પાસેથી વેરો વસુલ કરી સરકારમાં જમા નહિ કરાવી ર એક કરોડની કરચોરી કરતા એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

Advertisement

બનાવ અંગેની વિગત મુજબ એરપોર્ટ રોડ પર સિંચાઇ નગરમાં રહેતા અને બહુમાનળી ભવનમાં આવેલ આવકવેરાની ઓફીસમાં નોકરી કરતા રીટાબેન સુરેશભાઇ બોરડ (ઉ.વ.૫૪) નામના મહીલા અધિકારીએ એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે રોહિદાસપરા મેઇન રોડ પર ખોડીયાર મંદીર પાસે રહેતો અને વિજય પ્લોટમાં ગોડાઉન રોડ પર આવેલ નેશનલ ટ્રેડીંગ નામે એલ્યુમીનીયમ સ્કેપનો ધંધો કરતા જીતેન્દ્ર પ્રકાર નીમાવત નામના વેપારીને ટીન નંબર મેળવી વેચાણના વ્યવહારો કર્યાનું હોવા છતાં માત્ર બીલો આપી ગ્રાહકો પાસેથી વેરો ઉધરાવી વેર કાયદાની જોગવાહીનો ભંગ કરી કુલ રૂ  ૧,૦૦,૬૦,૯૮૨/- નો વેરો ગેરકાયદેસ ગ્રાહકો પાસેથી ઉધરાવી કરચોરી કરી સરકાર  સામે છેતરપીંડી કરી સરકારની આવકમાં નુકશાન પહોચાડતા ફરીયાદ નોંધાઇ છે. બનાવના પગલે એ ડીવીઝન પોલીસમાં એ.જી. અબાસાપાએ પ્રાથમીક તપાસ હાથ ધરી સ્કેપના વેપારી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.