Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી ભવનમાં પીએચ.ડી. કોર્ષવર્કની પરીક્ષામાં નાપાસ થયેલા છાત્રોનું આજે હીયરિંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી ભવનમાં પીએચ.ડી.માં કોર્ષવર્કની પરીક્ષામાં પાંચ છાત્રોને નાપાસ કરાયા હોવાનું સામે આવ્યા બાદ આવતીકાલે નાપાસ થયેલા છાત્રોનું હીયરિંગ ગોઠવવામાં આવ્યું છે. ઉપરાંત પીએચ.ડી. કોર્ષવર્કની પરીક્ષામાં ૩૭ છાત્રોએ પેન્સિલથી પેપર લખ્યું હોવાનું પણ આજે સામે આવ્યું છે. પેપર બોલપેનને બદલે પેન્સિલથી શા માટે લખાવાયું, કેટલાક પ્રશ્નો અઘરા અને રિપીટ થયા છે તો આ મુદ્દે વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે.

આ મુદ્દે વાલી મંડળના પ્રમુખ હિંમત લાબડિયાએ કુલપતિ ડો.નિતિન પેથાણી સમક્ષ રજૂઆતમાં જણાવ્યુ હતું કે, ગત તા.૧૯/૦૮/૨૦૧૯ ના સવારે ૭:૨૭ કલાકે અંગ્રેજી ભવનના વડા ડો. સંજય મુખર્જી દ્વારા પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને એસ.એમ.એસ. દ્વારા બે પેન્સિલ અને એક ઇરેઝર લઈને આવવા સૂચના અપાઈ હતી. વૈકલ્પિક પ્રશ્નોના જવાબ પેન્સિલથી ટીક કરવાની બાબત કેટલા અંશે યોગ્ય ગણાય?, વૈકલ્પિક પ્રશ્નપત્રો વાળા બે પ્રશ્નનપત્રમાં કેટલાક પ્રશ્નો રિપીટ થયા છે તો કેટલાક સવાલો યુ.જી.સી. – નેટની પરીક્ષા કરતાં પણ અઘરા હતા. જેથી નાપાસ થયેલા છાત્રો ગ્રેસિંગ મેળવવા હકદાર બને છે. કોઈ ભવનમાં આ પ્રકારની ઔપચારિક ગણાતી પરીક્ષામાં આજદિન સુધી છાત્રો નાપાસ થયા નથી. પરીક્ષામાં નિષ્ફળ રહેલા ૯૦ ટકા વિદ્યાર્થીઓ દલિત અને બક્ષિપંચ સમાજમાંથી આવે છે. પછાત વર્ગના વિદ્યાર્થીઓ અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓના કેલિબરની સરખામણી કરવાનું વલણ ઉચિત નથી. સગર્ભા છતાં વિકટ પરિસ્થિતીમાં પરીક્ષા આપતી છાત્રા યોગિની કેલૈયાને પરિણામમાં ગેરહાજર બતાવવામાં આવી. જેથી માનવતાવાદી અભિગમ અપનાવી વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.