Abtak Media Google News

જાણીતા અર્થશાસ્ત્રીઓ અર્થતંત્રની સ્થિતિ અંગે માહિતગાર કરશે

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કાઠિયાવાડ જીમખાના કલબ-રાજકોટનાં સહયોગથી આગામી તા.૧૬ને શનિવારે કાઠિયાવાડ જીમખાના હોલ ખાતે સાંજે સાડા ચાર કલાકે ભારતીય અર્થતંત્રની સ્થિતિ અને વૈશ્ર્વિક મંદી અંગે સરકારનાં પગલા અંગે સેમીનાર યોજાશે. કાર્યક્રમમાં ખ્યાતનામ ઈકોનોમિસ્ટ, પોલીટીકલ જર્નાલીસ્ટ અંશુમન તિવારી ભારતીય અર્થતંત્રની હાલની સ્થિતિ અંગે માહિતી આપશે.

જયારે મારવાડી કોલેજનાં એડવાઈઝરી બોર્ડમાં સેવા આપનાર ડો. કે. કે. ખખ્ખર વૈશ્ર્વિક મંદી અંગે સરકારનાં ૫ગલા અંગે જાણકારી આપશે. કાર્યક્રમમાં મહેમાન તરીકે જિલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જીવન કોમ.કો.ઓપ. બેંકનાં નરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અંગે અબતકને વિશેષ વિગતો પ્રમુખ ધનસુખભાઈ વોરા, સહમંત્રી ઈશ્ર્વરલાલ બાંભોલીયા, ખજાનચી અજીતસિંહ જાડેજા અને ડાયરેકટર મનસુખભાઈ થાંભરે આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.