Abtak Media Google News

જેરામભાઇ વાંસજાળીયા તેમજ મૌલેશભાઇ ઉકાણી પરિવાર દ્વારા ઘ્વજારોહણ તેમજ સિદસર મંદિરના દાતા ટ્રસ્ટીઓનું અભિવાદન કરાશે

કડવા પાટીદાર સમાજની આસ્થા અને ભકિતના કેન્દ્ર સમા ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે આગામી રવિવારના રોજ સૌરાષ્ટ્રભરના પાટીદાર શ્રેષ્ઠીઓ, સામાજીક અગ્રણીઓનું સ્નેહમિલન યોજાશે. આ સ્નેહમિલન પ્રસંગે ઘ્વજારોહણ ઉત્સવ, વડીલવંદના  સિદસર મંદિરના દાતા ટ્રસ્ટીઓનું સન્માન, ઉમાભવનના દાતાઓનું સન્માન અભિવાદન કરાશે.

મા ઉમિયા પવિત્રધામ સિદસર ખાતે આગામી રવિવારે બપોરે ૩ કલાકે યોજાનાર નૂતનવર્ષ સ્નેહમિલન પ્રસંગે સૌરાષ્ટ્રભરના પાટીદાર શ્રેષ્ઠીઓ, સામાજીક અગ્રણીઓ ઉપરાંત બરોડા, સુરત, મુંબઇ, નવસારી, ચીખલી, પુના સહીત સમગ્ર ગુજરાતમાંથી મહાનુભાવો ઉ૫સ્થિત રહેશે. આ સ્નેહમિલન પ્રસંગે આણંદબાવા સેવા સંસ્થાના જામનગરના મહંત પુ. દેવપ્રસાદજી મહારાજ આર્શીવચન પાઠવશે. સમારોહના અઘ્યક્ષ તરીકે ઉમિયાધામ સિદસરના પૂર્વ પ્રમુખ ડો. ડાયાભાઇ પટેલ, મુખ્ય મહેમાન તરીકે ઉમિયા માતાજી મંદીર ગોરેગાંવ મુંબઇના ચેરમેન નારણભાઇ ગણેશભાઇ પટેલ, ટ્રસ્ટી મંગલભાઇ ગણેશદાસ પટેલ, મેનેજીંગ ટ્રસ્ટી રમેશભાઇ હરગોવનદાસ પટેલ ઉ૫સ્થિત રહેશે.

અતિથિવિશેષ  તરીકે ઉમિયાધામ નાગપુરના પ્રમુખ જીવરાજભાઇ રતનશીભાઇ પટેલ ઉ૫સ્થિત રહેશે.

આ સ્નેહમીલન પ્રસંગે યોજાનાર વહીલવંદના કાર્યક્રમમાં મંદિર સંસ્થાનોમાં સેવા આપનાર મંદીરના મહારથીઓ સમાજ સન્માનીય વડીલો સ્વ. મોહનભાઇ માકડીયા, સ્વ. ઓધવજીભાઇ ભાલોડીયા, સ્વ. રવજીભાઇ માકડીયા, સ્વ. રાઘવજીભાઇ ભાલોડીયા, સ્વ. પ્રેમજીભાઇ ફળદુ, ડો. ડાયાભાઇ ઉકાણી, સ્વ. વિઠ્ઠલભાઇ કાલરીયા, પોપટભાઇ કણસાગરા, સ્વ. મોહનભાઇ ભાલોડીયા, મોહનભાઇ વાછાણી, સ્વ. વાલજીભાઇ ભાલોડીયા, મોહનભાઇ રતનપરા, સ્વ. વિઠ્ઠલભાઇ સિણોજીયા, મોહનભાઇ પટેલ, સ્વ. રવજીભાઇ ઝાલાવડીયા, ડાયાભાઇ ફળદુ, સ્વ. ગાંગજીભાઇ ઘોડાસરા, હીરાભાઇ પટેલ, સ્વ. વિઠ્ઠલભાઇ વાછાણી, ડો.લક્ષ્મણભાઇ સવસાણી, સ્વ. મોહનભાઇ કાલરીયા, સ્વ. દેવદાસભાઇ અમૃતિયા, સ્વ. ગોપાલભાઇ જાગાણી, સ્વ. છગનભાઇ માકડીયા, સ્વ. પરસોતમભાઇ કંટેરીયા, સ્વ. કલ્યાણજીભાઇ મલ્લી, સ્વ. રવજીભાઇ કડીવાર, સ્વ. બાવનજીભાઇ મલ્લી, સ્વ. નાથાભાઇ મકવાણા, સ્વ. છગનભાઇ મલ્લી, સ્વ. બાબુભાઇ માકડીયા, સ્વ. બચુભાઇ કાલરીયા સહીતના વડીલોનું સન્માન કરવામાં આવશે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 1

નવલા નૂતનવર્ષ જગત જનની મા ઉમિયાના પવિત્રધામ સિદસરની ઉન્નત શિખર ઉપર ઘ્વજારોહણની પુનીત પરંપરા અન્વયે જેરામભાઇ વાસંજાળીયા તથા મૌલેશભાઇ ઉકાણી પરિવાર તરફથી ઘ્વજાજી ચડાવવામાં આવશે. આ ઘ્વજારોહણ ઉત્સવમાં સહભાગી થવા જેરામભાઇ વાંસજાળીયા, પરસોતમભાઇ વાંસજાળીયા, નારણભાઇ વાંસજાળીયા તેમજ ઉકાણી પરિવારના લાભુબેન તથા ડો. ડાયાભાઇ ઉકાણી, અમીતાબેન તથા નટુભાઇ ઉકાણી, સોનલબેન તથા મૌલેશભાઇ ઉકાણી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સિદસર ખાતે યોજાનાર આ સ્નેહમિલન પ્રસંગે સિદસર મંદિરના નવનિયુકત થયેલા દાતા ટ્રસ્ટીઓ જેરામભાઇ વાંસજાળીયા, નાથાભાઇ કાલરીયા, મુળજીભાઇ ભીમાણી, જગદીશભાઇ કોટડીયા, રમેશભાઇ રાણીપા, દિનેશભાઇ દેલવાડીયા, જગદીશભાઇ વરસમોરા, પ્રભુદાસભાઇ ભેંસદડીયા, નીતીનભાઇ ફળદુ, જગવંતભાઇ ફીણાવા, હરેશભાઇ પરવાડીયા, નરેન્દ્રભાઇ વિરમગામાનું સન્માન કરવામાં આવશે. ઉમિયા માતાજી મંદીર નવનિર્માણનિધિ દાનભેટ યોજવામાં રૂ ૧ કરોડ ૨૫ લાખની માતબર રકમનું દાન આપનાર દિલીપભાઇ ઘરસંડીયા  તથા પરિવાર તેમજ રાજકોટ ખાતે નિર્માણધીન ઉમાભવનના મુખ્ય દાતા તરીકે રૂ અઢી કરોડની માતબાર રકમનું દાન આપનાર જીવનભાઇ ગોવાણીનું આ સ્નેહમિલન પ્રસંગે સિદસર ના હોદેદારો દ્વારા સન્માન કરવામાં આવશે. ઉમાભવનના નિર્માણમાં સહયોગી દાતાઓ તરીકે ડાયાભાઇ ઉકાણી, મગનભાઇ પટેલ, પાટીદાર આઇ.એસ.એસ ટ્રેનીંગ સેન્ટર નાનજીભાઇ સંતોકી, સ્વ. ઠાકરશીભાઇ નરશીભાઇ ધમાણીયા (સંજય ઓઇલ કેક) કાંતિભાઇ માકડીયા, વલ્લભભાઇ કનેરીયા, જેરામભાઇ વાંસજાળીયા, નાથાભાઇ કાલરીયા, સંજયભાઇ કોરડીયા, કરશનભાઇ આદ્રોજા, ધીરજભાઇ ડઢાણીયા, સ્વ. જમનાદાસ દલસાણીયા પરિવાર સ્વ. રાઘવજીભાઇ સંતોકી પરિવાર વગેરેનું સન્માન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.