Abtak Media Google News

ચેક, અકસ્માત, લગ્ન વિષયક અને દિવાની સહિત ૧૦ પ્રકારના કેસો સમાધાન અર્થે નિકાલ કરાશે

રાજય કાનુની સત્તા મંડળ અને હાઇકોર્ટના ઉપક્રમે રાજકોટ શહેર અને તાલુકા મથકે આગામી તા.૧૪મી ડીસેમ્બરના રોજ મેગા લોકઅદાલત યોજાશે જેમાં ૧૦ પ્રકારના કેસો મુકવામાં આવશે.

રાજય કાનુની સેવા સત્તા મંડળ હાઇકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટ દ્વારા તા. ૧૪-૧૨ ના રોજ રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલી તમામ અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. સદર લોક અદાલતમાં દાખલ થયેલા તથા અદાલતમાં કેસ દાખલ થયા તે પહેલા (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવનાર છે. સદર લોક અદાલતમાં ફોજદારી, ચેક રીટર્ન, બેન્ક લેણા, મોટર અકસ્મ્ાાત વળતર, લગ્ન વિષયક, મજુર અદાલતના, જમીજ સંપાદન, ઇલેકટ્રીસીટી તથા પાણીના બીલો રેવન્યુ અને દિવાની પ્રકરના કેસો સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે.

જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટના ચેરમેન તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ કુ. ગીતા ગોપી દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે. લોક અદાલતમાં તેઓના કેસ મુકિ નિર્ણિત  કરવામાં આવે તો બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે.

જો પક્ષકારો પોતાનો કેસ આગામી લોક-અદાલતમાં મુકવા માગતા હોય તેઓ તેઓના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કર તેઓનો કેસ લોક અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે. જેથી સદર લોક અદાલતનો મહત્તમ લાભ લઇ વધુને વધુ કેસો લોક અદાલતમાં મુકાવી લોક અદાલતને સફળ બનાવવા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ એચ.વી. જોટાણીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.