Abtak Media Google News

ફરી પુષ્કળ આવક બાદ મગફળી લાવવા પર બ્રેક લગાવાઇ

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે વધુ એક લાખ નવી મગફળીની ગુણીની આવક થવા પામી છે. નવી એક લાખ ગુણીની આવક બાદ બ્રેક પણ લગાવી દેવામાં આવી છે. ગત વખતે મગફળીની રેકડ બ્રેક સવાલાખ મગફળીની ગુણીની આવક થવા પામી હતી. આ મબલખ આવક બાદ મગફળી લાવવા પર પ્રતિબંધ મુકાયો હતો તેવી જ રીતે આ વખતે પણ અંદાજે એક લાખ જેટલી મગફળીની ગુણી સવારમાં જ માકેટીંગ યાર્ડમાં ઠલવાઇ જતા હાલ આવક પર બ્રેક લગાડાય છે.

આ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદન સામે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં થોડા કલાકાોમાં જ મગફળી વેચવા અર્થે ખેડુતો યાર્ડમાં મગફળી ઠાલવી દે છે.

તયારે જગ્યાના અભાવે પુષ્કળ આવક આવ્યા બાદ બ્રેક લગાડવામાં આવે છે.બીજીવાર સતત એક લાખ ગુણીની આવક થવા પામી છે. જેની હરરાજી થયા બાદ નવો માલ ઠાલવવા માટેની જાહેરાત કરવામાં આવશે. અને હાલ આવક બંધ કરાઇ હોવાનું સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલભાઇ કમાણી દ્વારા જણાવાયું છે.પાંચેક દિવસ પૂર્વે સવા લાખ મગફળીની ગુણી આવક થઇ હતી જેના વેચાણ બાદ આજે ફરી અઢળક આવક થઇ છે. દિવસની સરેરાશ રપ હજાર મગફળીની ગુણીનું વેચાણ થતું હોય તયારે આજે પાંચ દિવસ પછી ખેડુતોએ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળી ઠાલવી છે.ખેડુતો મગફળીનો જલ્દી નિકાલ કરવા તેમજ શિયાળુ વાવેતર માટે નાણા છુટા કરવા ઉમટી પડયાં છે.

7537D2F3 1

મજુરી વધારવાની માંગ સાથે બેડી યાર્ડમાં મજુરોની હડતાલ

બેડી યાર્ડમાં મજુરો તમામ જણસીની મજુરી વધારવાની માગ સાથે હડતાલ પર ઉતર્યા છે.

એકબાજુ કપાસ-મગફળીની મબલખ આવક થઇ રહી છે. તે વચ્ચે મજુરો હડતાલ પર ઉતરતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મજુરો પોતાની મજુરીમાં ૪૦ ટકાનો વધારો માગી રહ્યા છે.

કપાસ મગફળી ઉપરાંત તમામ જણસીની મજુરીમાં વધારો કરવાની માગ સાથે મજુરોએ કામ કાજ બંધ કરી બબાલ કરી છે આ અંગે યાર્ડના સતાધીશો સાથે ૧૧.૦૦ વાગ્યે મીટીંગ યોજવાનું જાહેર થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.