Abtak Media Google News

બાઈક અડી જવા પ્રશ્ર્ને માાકૂટમાં છરી ઝીંકનારને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા

શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી ખુન, મારામારી, લુંટ અને ચોરી જેવા બનાવો રોજબરોજ વધી રહ્યાં છે પોલીસે માત્ર ટ્રાફીકનાં ઉઘરાણા અને મેમાની કામગીરીથી સંતોષ માની રહ્યાં હોય તેવું દેખાય રહ્યું છે અને ખાખીનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ ગત સાંજે રૂા.૧.૮૬ લાખની લુંટની ઘટનાની શાહી હજી સુકાઈ નથી અને હજુ લુંટારુ પોલીસ પહોંચની બહાર છે ત્યારે સમી સાંજે જંકશન પ્લોટમાં માસુમ બાળક પર છરી વડે બે શખ્સોએ નજીવી બાબતે હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ હડકંપમાં આવી ગઈ હતી અને પોલીસ કામગીરી સામે બુઘ્ધિજીવીમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ગંભીરતા લઈ નાસી છુટેલા કાયદાનાં સંઘર્ષમાં રહેલા હુમલાખોરોની સીસી ટીવીના આધારે ઝડપી લીધા છે.

Advertisement

શહેરનાં પોપટપરા વિસ્તારમાં રહેતો અને જંકશન પ્લોટમાં મીત્ર સાથે બુટ લેવા નીકળેલા વિજય ચૌહાણ નામના તરૂણની સાથે બાઈક અડી જતા જે મામલે બાઈક પર આવેલા બે શખ્સોએ બોલાચાલી કરી બંન્ને તરૂણોને ફડાકા જીકીં દેતા જેમાં વિજય ચૌહાણ નામના તરૂણે કહ્યું કે શું કામ મારો છો ત્યારે અન્ય એક શખ્સે પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ પ્ર.નગર પોલીસ મથકનાં સ્ટાફ થતા દોડી જઈ ભોગ બનનાર ઈજાગ્રસ્તનાં વર્ણન તેમજ સીસી ટીવીનાં આધારે નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા પોલીસે દોડધામ આદરી હતી.જેમાં પોલીસની તત્વરીત કામગીરીથી સીસી ટીવીમાં ઓળખાયેલા કાયદાનાં સંઘર્ષમાં રહેલા હુમલાખોરોને ત્વરીત ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.