Abtak Media Google News

સરકાર પાસે અરાજકતા ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ

તાજેતરમાં સરકારે નાગરિકતા સંશોધન કાયદાને દેશમાં અલમમાં મુકયો છે. ત્યારે દેશના અનેક વિસ્તારમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. જયારે દેશના ઘણા એવા વિસ્તારો પણ છે જયાઁ આ કાયદાના સમર્થનમાં પણ લોકો રેલીઓ યોજી રહ્યા છે. તાજેતરમાં જામનગર ખાતે સંવીધાન બચાવો મંચ દ્વારા આ કાયદાના સમર્થનમાં રેલી યોજી હતી. અને સાથો સાથ આ કાયદા અંગે ત્યજી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર પણ પાઠવ્યું હતું. અને સંવિધાન મેચ દ્વારા સરકાર પાસે માંગ પણ કરાઇ હતી કે નાગરીકતા

સંશોધન અધિનિયમનો વિરોધ કરી દેશમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ કાયદાનો સત્વરે અમલ કરી  લાખો શરણાર્થીઓને ભારતની નાગરીકતા આપી તેમના સ્વાભિમાનપૂર્વક જીવવાનો અધિકાર આપવાનું જણાવાયું હતું. આ સિવાય સંવિધાન બચાવો મંચ દ્વારા જણાવાયું હતું કે પડોશી દેશોના લધુમતિ શરણાર્થીઓને નાગરીકતા આપતા આ કાયદા માટે ભ્રમ ફેલાવીને અને દેશના લોકોને ઉશ્કેરીને આ કાયદાનો વિરોધ કરનારા દેશના સંવિધાનની અવમાનના કરી રહ્યા છે. સંસદના બન્ને સદનોમાં બહુમતીથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની સહી સાથે નાગરીકતા અંગેનું આ સંશોધન કાયદો બન્યો છે ત્યારે પડોશી દેશોના ત્રાહિત લધુમતિઓને નવું જીવન આપનાર આ કાયદાનો વિરોધ એ માનવતાનો વિરોધ છે.

Img 20191223 Wa0028

ભારતના પડોશી દેશોમાં લધુમતિઓનું શોષણ જગ જાહેર છે. ૧૯૫૦ માં પાકિસ્તાનનમાં લધુમતિ હિન્દુ ૨૩ ટકા હતા. જે આજે માત્ર ૩ ટકા બચ્યા છે. બાંગ્લાદેશમાં ૧૯૪૭ માં ૩૦ ટકા હિન્દુ હતા જે આજે માત્ર ૮.૬ ટકા છે. ૨૦૧૨ના એક રીપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં ૭૦ ટકા લધુમતિ મહિલા શોષણનો ભોગ બને છે.

7537D2F3 19

પડોશી દેશોની આવી નર્કની જીંદગીથી ભાગીને ભારત આવનારા આવા લાખો બંધુઓને સન્માન આપનાર નાગરીકતા સંશોધન અધિનિયમનું સંવિધાન બચાવ મંચે સમર્થન કર્યુ હતું. અને આ માનવ અધિકારની રક્ષા કરતા આ કાયદાના નિર્માણ માટે સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.