Abtak Media Google News

જીએસટી કાઉન્સીલ આગામી દિવસોમાં ‘ફરિયાદ નિવારણ કમિટી’ની કરશે રચના

૧૮ ડિસેમ્બરનાં રોજ યોજાયેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ઉધોગપતિઓ અને લોકો કે જે જીએસટી સાથે જોડાયેલા છે તેઓની ફરિયાદ દુર કરવા અને ઉધોગપતિઓની મુશ્કેલીઓને નિવારવા માટે ફરિયાદ નિવારણ કમિટીની રચના કરવામાં આવશે. આ નિર્ણય ૩૮મી જીએસટી કાઉન્સીલની મીટીંગમાં લેવાયો હતો. સુત્રોનાં જણાવ્યા અનુસાર જે કરદાતા જીએસટીની અમલવારી કરી રહ્યા છે તેઓને જીએસટીમાં પડતી પારાવાર મુશ્કેલીઓને કેવી રીતે નિવારી શકાય તે દિશામાં ફરિયાદ નિવારણ કમિટી ખુબ મહત્વનો ભાગ ભજવશે. ફરિયાદ નિવારણ કમિટીમાં જીએસટીને લગતા તમામ મુદાઓ સહિત લોકોની ફરિયાદોને પણ નિવારવામાં આવશે.

7537D2F3 21

જીએસટી કાઉન્સીલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ફરિયાદ નિવારણ કમિટી ઝોનલ અને સ્ટેટ લેવલ ઉપર બનાવવામાં આવશે જેમાં સ્ટેટ જીએસટી, સેન્ટ્રલ જીએસટી અને આઈટીનો સમન્વય કરવામાં આવશે. આ કમિટીમાં સ્ટેટ જીએસટીનાં અધિકારીઓ તથા સેન્ટ્રલ જીએસટીનાં અધિકારીઓ સાથે રહી ફરિયાદ નિવારણ કમિટીમાં પોતાનો મહત્વપૂર્ણ ભાગ ભજવશે. કાઉન્સીલનાં જણાવ્યા પ્રમાણે આ કમિટી આગામી બે વર્ષ સુધી લાગુ રહેશે જેમાં જે કોઈ મેમ્બર સળંગ ૩ મિટીંગમાં ગેરહાજર રહેશે તો તેઓની ઝાટકણી કરી બીજા સભ્યોને નિયુકિત આપવામાં આવશે અને નવા સભ્યોની નિયુકિત પ્રિન્સીપલ ચીફ કમિશનર અથવા ચીફ કમિશનર ઓફ સેન્ટ્રલ ટેકસ ક્ધસલ્ટેશન મારફતે કરાશે અથવા ચીફ કમિશનર સ્ટેટ ટેકસ મારફતે પણ કરાશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

ફરિયાદ નિવારણ કમિટીની જો કામગીરી વિશે વાત કરવામાં આવે તો જે કોઈ કરદાતાઓને જીએસટી ભરવા કે જીએસટી રીફંડ માટે તકલીફનો સામનો કરવો પડતો હોય તથા જીએસટીની પ્રણાલી અને લોકોને કોઈપણ મુદ્દો અડચણ‚પ રાખતો હોય તે તમામ મુદ્દાઓને કમિટી ધ્યાને લઈ વહેલાસર તેમની સમસ્યા અને ફરિયાદનો નિકાલ કરવામાં આવશે. કમિટી દર ત્રીજા મહિને એકવાર મળી આ અંગે વાર્તાલાપ કરી અને યોગ્ય નિર્ણય ફરિયાદોને લઈ લેશે. કમિટીની રચના થાય તે પૂર્વે જીએસટીને લગતી તમામ તકલીફો અને ફરિયાદો ઓનલાઈન પોર્ટલ ઉપર રજુ કરવાની રહેશે કે જે જીએસટી કાઉન્સીલ દ્વારા બનાવવામાં આવી છે. જીએસટી કાઉન્સીલે સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે, જે કમિટીની રચના કરવામાં આવશે તેઓએ સમયાંતરે ફરિયાદ નિવારણ અંગેની ફરિયાદો અને તેનાં નિવારણનું સ્ટેટસ શું છે તે નિર્ધારિત સમયમાં આપવાનું રહેશે જેથી કરદાતાઓને તેમનાં દ્વારા જે સમસ્યા અને ફરિયાદ ઓનલાઈન પોર્ટલ ઉપર મુકવામાં આવી હોય તેનું વિગતવાર છણાવટ પણ જોવા મળશે ત્યારે જીએસટી કાઉન્સીલ દ્વારા જે ફરિયાદ નિવારણ કમિટી બનાવવામાં આવી છે તેનાથી અનેકગણો ફાયદો કરદાતાઓને પહોંચશે અને સરકારને પણ અનેક પ્રકારે ફાયદાઓ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.