Abtak Media Google News

જીએસટી આવકનો લક્ષ્યાંક પાર પાડવા કેન્દ્ર સરકાર દ્વારા તૈયારી: આગામી બેઠકમાં થશે નિર્ણય

કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહેસુલી આવક વધારવા જીએસટીના વિવિધ વસ્તુઓના દર વધારવાની ચર્ચા શરુ કરીને રાજય સરકારોને જીએસટી ની આવક વધારવા શું કરી શકાય તે અંગે જીએસટી સમીતીએ પરામર્શ શરુ કર્યો છે. દેશની મહેસુલી આવક વધારવાની કવાયતના ભાગરુપે રાજય સરકારની શેષ લેવી અને કેટલીક જીએસટીમાંથી બાકાત રખાયેલી વસ્તુઓને જીએસટીના દાયરામાં લાવી મહેસુલી આવક વધારવાની ચર્ચા શરુ કરી છે.

Advertisement

જીએસટી સમીતીએ રાજય સરકારોને એક પત્ર પાઠવી વિકલ્પ અને પોત પોતાના સુચનો પાઠવવા અને આગલી બેઠક આ મહિનાના અંતમાં મળે ત્યારે સંપૂર્ણ તખ્તો તૈયાર હોય એવા સમયે હાથ ધરવામાં આવી છે જયારે કરની આવક પર ભારે નકારાત્મક અસરો દેખાઇ રહી છે. અધિકારીઓનું એવું માનવું છે કે કર દરમાં કપાતને કારણે આ આવક ઘટે છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ તાજેતરમાં જ એવો અંદાજ લગાવ્યો છે કે ભારતમાં જીએસટી દર મે-૨૦૧૭ ની સ્થિતિએ ૧૪.૪ ટકા માંથી ધટીને અત્યારે ૧૧.૬ ટકા ના તળીયે આવી ગયું છે.

7537D2F3 3

સત્તાવાર રીતે સરકારના વાર્ષિક ર લાખ કરોડ રુપિયાની મહેસુલી આવક વચ્ચે રાજય સરકારોને આપવાનું વળતર વધારવા માટે સરકાર હવે આ ખાદ્યને સરભર કરવા માટે ઓછામાં ઓછા ૧૪ ટકા સુધીની વૃઘ્ધિ કરવા માંગે છે. કર ચોરીના કારણે અર્થતંત્રની મંદી અને નુકશાન મહેસુલી ખર્ચ જેવા પરિબળોને કારણે આવક ધટી છે. શરુઆતમાં પરોક્ષ કર શ્રેણીમાં જીએસટીના અમલ પૂર્વે રપ ટકા ના દરે કરની વસુલાત થતી હતી જે જીએસટીના અમલ પછી ધટીને ૧૮ ટકા જેટલી નીચી લઇ જવામાં આવી હતી વળી આ ખાદ્ય સરભર કરવાની કોઇ વિકલ્પીક વ્યવસ્થા ન હોવાથી મહેસુલી આવકમાં તેની અસર દેખાતી હોવાનું ક્ધસલ્ટીંગ એજન્સી ડીલાઇટી ઇન્ડિયાના ભાગીદાર એમ.એસ. મણીએ જણાવ્યુઁ હતું. અન્ય એક કર નિષ્ણાંતના મત મુજબ સર્વીસ સેકટરની આવક મુડી રોકાણના પ્રમાણમાં વધવી જોઇએ. તે વધી નથી વળી મૂડી રોકાણનું દર ધટી રહ્યું છે. આ પરિણામે મહેસુલી આવકમાં ખાદ્યની સમસ્યાને નિવારવા માટે જ જીએસટી કાઉન્સીલે દેશના તમામ રાજયોને જીએસટી દાયરામાંથી બાકાત રહેલા ઉત્પાદનોની કર સિલેબસની સમીક્ષા કરવા જણાવ્યું છે. ઘણી એવી વસ્તુઓ છે કે જે જીએસટીના અમલ પૂર્વે કર પાત્ર હતી જે અત્યારે કર મુકિતનો લાભ મેળવી રહી છે. રાજય સરકારોના કર વિસંગતતા અંગેની કેન્દ્ર સામેની ફરીયાદોની પણ સમીક્ષા કરીને તમાકુ, ઠંડા પીણા અને મોટરો જેવી મોજશોખ અને કેટલીક લકઝરીયસ શ્રેણી વસ્તુઓને વધારાના સરચાર્જને લેવીના દાયરામાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

જીએસટી કાઉન્સીલ દ્વારા રાજય સરકારોને કર પાત્ર વસ્તુઓનો દાયરો વધારવાની હિમાયત  વચ્ચે પાંચ વરસથી વધુના લાંબાગાળા માટે વધારે દરથી શેષ ઉધરાવવાની પઘ્ધતિ માટેનો વિકલ્પ વધારે પસંદ કરનારા રાજયોની સંખ્યા વધુ છે. સરકારે મહેસુલી આવકની ખાદ્ય ઘટાડવા માટે તમાકુ, મોટરો જેવી વસ્તુઓ પર વધુ ધરભારણ નાંખવાનું નકકી કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.