Abtak Media Google News

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં ૩ દિવસ કોર્પોરેશન આયોજીત ડાયરો રાજકોટીયનોને કરાવશે જલસો: ૨૨મીએ રવિન્દ્રના ટાગોર અને ગાંધીજીના વિચારો વર્ણવતું નાટક, ૨૩મીએ નેહા કક્કડ નાઈટ, ૨૪મીએ જૂના ફિલ્મી ગીતોની સંધ્યા અને દિવ્યાંગોનો ઉમંગ ઉત્સવ, ૨૫મીએ રાજકોટનો ભવ્ય ભુતકાળ દર્શાવતી મેગા સાંસ્કૃતિક ઈવેન્ટ  અને મહિલા-યુવા સંમેલનો

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સતત એક અઠવાડિયા સુધી કાર્યક્રમોની ભરમાર ચાલવાની છે. જેનું પ્રામિક આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘડવામાં આવી રહ્યું છે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન ૧૮મીએ ભવ્યાતિભવ્ય એર-શો, ખીરસરા જીઆઈડીસીનું લોકાર્પણ, તેમજ અશ્ર્વ-શો સહિતના કાર્યક્રમો યોજાવાના છે. ત્યારબાદ સળંગ ૨૬મી જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. આ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના અનેકવિધ નેતાઓ હાજરી આપવાના છે.

૨૬મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થવા જઈ રહી છે. આ ઉજવણીના કાર્યક્રમો હાલ શરૂ થઈ ગયા છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે ફલેગ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય શરૂ કરીને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો શુભારંભ શરૂ થઈ ગયો છે. જો કે, મુખ્ય કાર્યક્રમોનો પ્રારંભ આગામી ૧૮મી જાન્યુઆરીથી થવાનો છે. ૧૮મી જાન્યુઆરીએ પ્રથમ દિવસે જ ખીરસરાર જીઆઈડીસીનું લોકાર્પણ યોજાવાનું છે. આ સો નવા રેસકોર્સ ખાતે ભવ્ય એર-શો યોજાવાનો છે. સાથો સાથ પોપટપરા પાસેના ગ્રાઉન્ડમાં અશ્ર્વ-શો પણ યોજાવાનો છે.

Neha Kakkar Live

વધુમાં તા.૧૮થી મહાપાલિકા દ્વારા ડાયરાનો ત્રિદિવસીય કાર્યક્રમ પણ યોજાવાનો છે. ત્યારબાદ ૨૨મીએ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા રવિન્દ્રના ટાગોર અને ગાંધીજીના વિચારોને વર્ણવતું ભવ્ય નાટક હેમુગઢવી હોલ ખાતે યોજવામાં આવનાર છે. ત્યારબાદ પોલીસ કમિશનર કચેરી દ્વારા ૨૩મીએ નેહા કક્કડ નાઈટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બાદમાં ૨૪મીએ મહાપાલિકા દ્વારા જૂના ફિલ્મી ગીતોની સંધ્યા યોજાવાની છે. સાથો સાથ ૨૪મીએ ઉમંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં રાજ્યના ૪૫૦ જેટલા દિવ્યાંગ બાળકો વચ્ચે વિવિધ સ્પર્ધા યોજાવાની છે. આ ઈવેન્ટ હેમુગઢવી હોલ ખાતે યોજાનાર છે. બાદમાં ૨૫મીએ મેગા ઈવેન્ટ યોજાનાર છે. જેમાં રાજકોટના ભવ્ય ભુતકાળને વર્ણવવામાં આવનાર છે. ત્યારબાદ ૨૫મીએ રાજકોટમાં યુવા સંમેલન યોજાશે જેમાં ૮ થી ૧૦ હજાર યુવાનોની હાજરી રહેવાની છે. આ સાથે તે જ દિવસે ગોંડલ ખાતે વિરાટ મહિલા સંમેલન યોજાવાનું છે. જેમાં ૧૦ હજારી વધુ મહિલાઓની ઉપસ્થિત રહેવાની છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયી જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા વિવિધ સમીતીઓની રચના કરીને પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની તડામાર તૈયારીઓ ચલાવવામાં આવી રહી છે.

સમગ્ર તંત્ર આ ઉજવણીની વ્યવસ્થમાં જોડાયું છે. આ ઉજવણી દરમિયાન રાજકોટ જિલ્લામાં રૂડા કોર્પોરેશન અને કલેકટર તંત્રના રૂા.૧૦૦૦ કરોડના ૬૦૦ જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તો થવાના છે.

કલેકટર તંત્ર રૂડા અને મનપાનાં અંદાજીત રૂા.૧૦૦૦ કરોડી વધુના ૬૦૦ જેટલા કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે સળંગ એક અઠવાડિયા સુધી કાર્યક્રમોની ભરમાર ચાલશે

વિધવા સહાય માટે ડોર ટુ ડોર સર્વે, મહિલા સંમેલન પૂર્વે ૧૦૦ ટકા વિધવા બહેનોને  આવરી લેવાશે

વિધવા સહાયનો લાભ દરેક વિધવા મહિલાઓને મળી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર  દ્વારા કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યા છે. અગાઉ ૧૦ હજાર જેટલા વિધવા બહેનો સરકારી ચોપડે સહાય માટે નોંધાયેલા હતા. ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ કેમ્પેઈન હાથ ધરીને વધુ ૫૦૦૦ વિધવા મહિલાઓને શોધી કઢાયા છે. જે તમામ પાસે ફોર્મ ભરાવી દેવામાં આવ્યા છે. ૩૦૦૦ જેટલા વિધવા બહેનોના ફોર્મ મંજૂર થઈ ચૂકયા છે. જ્યારે બાકીના ૨૦૦૦ના ફોર્મ પ્રોસેસમાં હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે ગોંડલ ખાતે ૨૫મીએ યોજાનાર મહિલા સંમેલનમાં વિધવા સહાય યોજનામાં ૧૦૦ ટકા મહિલાઓને આવરી લેવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવનાર છે.

જસદણને કેરોસીન ફ્રી તાલુકો જાહેર કરાશે

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન જસદણને કેરોસીન ફ્રી તાલુકો જાહેર કરવામાં આવનાર છે. જો કે, છેલ્લા ઘણા સમયી તંત્ર દ્વારા કેરોસીન ફ્રી ની પોલીસી ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. તમામ લોકોને ગેસ તરફ વાળવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે જસદણને જિલ્લાનો પ્રથમ કેરોસીન ફ્રી તાલુકો બનાવવામાં આવનાર છે. અહીં જે બીપીએલના કાર્ડ ધારકો કેરોસીનનું વપરાશ કરી રહ્યાં છે તેઓને ગેસ તરફ વાળવામાં આવશે. જરૂર પડયે સ્પોન્શરશીપ લઈને નિયત પૈસા ભરી તેઓને ગેસ અપાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.