Abtak Media Google News

“જૂના જમાનામાં જેમ કુટુંબમાં દરેક વાંક વહુનો જ જોવાતો તેમ પોલીસ ખાતામાં કાંઈ અઘટિત બને તેની જવાબદારી થાણેદારની જ ગણાય, ભલેથાણેદાર બીજે ગામ હોય અન્ય અધિકારીઓ ઘટના સ્થળે હોય !

ઉનાવા ગામે મીરાદાતાર દરગાહ પાસે બંને કોમના મોરચા ગોઠવીને ઉભેલા ટોળાઓની વચ્ચે ઉભેલા જયદેવને મહેસાણા જિલ્લા પોલીસવડાએ નો વિસનગર થી જયદેવને ઉંઝા જઈ ઉંઝા ઉપરાંત દાસજ ભાંખર વિગેરે ગામોની પણ તકેદારી રાખવા હુકમ કરી દીધો.

આથી જયદેવે પોલીસવડાએ મોબાઈલ ફોન થી કરેલ ચર્ચા ઉપરથી એવુ તારણ કાઢયું કે કદાચ આ ઉંઝા દાસજ ભાંખર રેઢાપડ હતા તેની રજુઆત કોઈ જનતાના પ્રતિનિધિ કે અગ્રગણીએ પણ કરી હોય તેવુ બને બાકી આવો વિચાર વિસનગરમાં કે જયાં ભયંકર કત્લઆમ ચાલુ હતી તેવા વાતાવરણમાં આવે નહિ.

જયદેવે પોલીસવડાના આ હુકમ અંગે સુરપુરા રોડ ઉપર આગ જરતા મોરચે કચોકચની લડાઈ લડતા પેન્થરસરને મોબાઈલ ફોનથી જાણ કરી. આથી પેન્થરસર નારાજ થયા, થાય જ કેમ કે હવે ઉનાવાનો તખ્તો બરાબર ધગી ગયો હતો અને ગમે તે ક્ષણે કાપાકાપી શ‚ થાય તેમ હતી. જો પોલીસ થોડી પણ કાચી પડી કે જરા પણ પાછી હટી તો લોહિયાળ જંગ નકકી શ‚ જ થવાનો હતો. પરંતુ પોલીસવડાની ચિંતા પણ દાસજ અને ભાંખર ગામના ભુતકાળ અને પરિસ્થિતીને કારણે વ્યાજબી જણાતી હોય પેન્થર સરે કચવાતા મને જયદેવને કહ્યુ કે હવે તો પોલીસવડાનો હુકમ જ શિરોમાન્ય ગણાયને ? આ શબ્દોએ જયદેવ માટે એવી સ્થિતી ઉભી કરી કે જાણે ઘંટીના બે પડ વચ્ચે દાણો કેમ કે ઉનાવા છોડતા પેન્થરસર નારાજ થતા હતા. તો બીજી બાજુ પોલીસવડા દાસજ, ભાંખર, વૈજનાથ મહાદેવ મંદિરની વાયરલેસ વર્ધીઓ જે રીતે પાસ થતી હતી તે જોતા જો ત્યાં પણ ઉનાવા જેવી ટકકર જામી તો પોતે એકલો ત્યાં શું મોથ મારશે ? કેમ કે પોલીસદળની સ્થિતી અને હાલત જોતા હવે પોલીસ ફાયરીંગથી માનવ લાશો જ પડવાની હતી. જયદેવે મનોમન વિચાર્યું કે જો ગઈકાલે સાંજે ઉંઝામાંથી લઘુમતીઓનું સલામત સ્ળાંતર ન ર્ક્યું હોત તો અત્યારે શું હાલત હોત ?

આથી જયદેવે ત્યાં બંદોબસ્તમાં હાજર અન્ય મોબાઈલના ઈન્ચાર્જને સુચના કરી કે તેઓ કોઈપણ સંજોગોમાં આ જગ્યા છોડે નહિ અને પીછે હટ કરે નહિ. ફાયરીંગ કરવા પડે તો ભલે કરવા પડે પણ બંને કોમના ટોળાઓને ભેગા થવા દેવા નહિ. આમ સુચના કરી જયદેવ ઉંઝા તરફ ઉપડયો.

છેક અત્યાર સુધીના તમામે તમામ નવા ખુલતા અને આગ બબુલા દરેક મોરથા ઉપર તે જ પ્રથમ પહોંચનાર હતો, આથી જયદેવ માટે હવે નવા તાજા ખુલેલા ગરમા ગરમ મોરચા સાથે કામ પાડવુ કાંઈ નવાઈ હતી નહિ; ટેવ પડી ગઈ હતી.

ઉનાવાથી ઉંઝા જતા રસ્તામાં જયદેવે વિચાર કર્યો કે કલાક ૧૪/૪૦ વાગ્યાની પેલી મામલતદાર ઉંઝાની વર્ધી હતી કે ગંજ બજારના નાકે સાયકલ સ્વારને જીવતો સળગાવ્યો છે તો જતા જતા પહેલા તે જગ્યાએ જાઉ કેમ કે જો ઈજાગ્રસ્ત હોય તો તેને સારવારમાં મોકલવો. આથી તે ઉંઝાવન લઈને ગંજબજારના નાકે આવ્યો અને જોયુ તો ત્યાં કાંઈ જ હતુ નહિ રોડ ચોખ્ખો જ હતો. આથી જયદેવે મોબાઈલ ફોનથી મામલતદારને જ સીધુ પુછયુ કે તમારી વર્ધી મુજબ અહિ ગંજબજારના નાકે તો કાંઈ જ નથી, આથી જો તમારી પાસે તમને જાણ કરજારનો કાંઈ નંબર હોય તો આપો. આથી મામલતદારે કહ્યુ કે તે ફોન લેન્ડલાઈન ઉપર હતો તેથી કોનો ફોન હતોે તેની ખબર પડે નહિ. આથી જયદેવે આજુબાજુની જગ્યાઓ ઉતાવળે ઉતાવળે તપાસી ફલકુ નાકા, દુધલી દેશની વાડી વિગેરે જગ્યાઓએ રોડ ઉપર સામાન સળગાવ્યા ના ઢગલાઓ હતા જે હજુ પણ સળગતા જ હતા આથી તેણે તેમાં બારીકાઈથી નિરીક્ષણ કર્યુ પણ કાંઈ માનવદેહ કે અંગ જેવુ દેખાયુ નહિ. આથી જયદેવ જે જગ્યાઓએ વધુમાં વધુ બબાલોની વર્ધી હતી તે દાસજ, ભાંખર-વૈજનાથ મહાદેવ રોડ ઉપર આવ્યો.

દરમ્યાન કલાક ૧૫/૪૫ વાગ્યે ઉંઝા ઓપરેટરે પેન્થરસરની મોબાઈલને વર્ધી આપી કે સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટ (ડેપ્યુટી કલેકટર) જણાવે છે કે પેન્થરસરે તાત્કાલીક તેમની પાસે ઉમીયા માતા ચોકમાં આવીને મળવુ પણ વળતી જ વર્ધી પેન્થરસરે આપી કે સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટને જાણ કરો કે ઉનાવા ગામને આજુબાજુના ગામડાના લોકો એ ઘાતક હથીયારો સાથે આવીને ઘેરી લીધુ છે તેથી તેઓ આવી શકે તેમ નથી.

જયદેવ હવે ઉંઝા શહેરના પુર્વ પાદરમાંથી જે રોડ વૈજનાથ મહાદેવ મંદિર બાજુ અને દાસજ ભાંખર ગામ બાજુ જતો હતો ત્યાં આવ્યો. જયદેવે જોયુ તો જાણે આખા ઉંઝા શહેરની વસ્તી હાથ પડયુ તે હથીયાર લઈને અહિં એકઠી થઈ હતી. ફક્ત રોડ ઉપર જ નહિ પણ ખુલ્લા ખેતર વગડામાં પણ સશસ્ત્ર ટોળે ટોળા ઘુમી રહ્યા હતા. પરંતુ જયદેવે નિરિક્ષણક કર્યુ કે આ તો એક પક્ષીય એક જ બહુમતી કોમના ટોળા હતા. કોઈ વિધ્ન સંતોષીએ કદાચ અફવા ફેલાવી હોય અને લોકો ઘસી આવ્યા હોય અને તેજ પ્રમાણે પોલીસને પણ ખોટો જ ફોન થયો હોવાની શકયતા હતી. અફવા ફેલાવનારે એવો ફોન પોલીસ સ્ટેશનમાં કયાર્ર્ર્ે હતો કે દાસજ, ભાંખરથી લઘુમતીના ટોળાઓ ઉંઝા ખાતે હુમલા કરવા આવ્યા છે.

અહિં પુરતી તો જયદેવને રાહત થઈ પરંતુ હજુ વૈજનાથ મહાદેવ મંદિર તથા દાસજ ભાંખર જવાનું તો બાકી જ હતુ. આથી તેણે એકઠા થયેલ ઉંઝાના ટોળાઓ જે વૈજનાથ તરફ જતા હતા તેમને પાછા વાળ્યા.

દરમ્યના કલાક ૧૫/૫૦ વાગ્યે મહેસાણા કંટ્રોલે ઉંઝાને જાણ કરી કે અહિં ટુંડાવ ગામેથી ફોન આવેલ છે કે, ટુંડાવ ખાતે બહારગામથી હુમલા આવેલ છે તેથી પોલીસ મોબાઈલ વાન મોકલી આપો. આથી ઉંઝા ઓપરેટરે આ વર્ધી સીધી ઉંઝાવન (જયદેવ)ને આપી દીધી.

જયદેવ દ્વિધામાં મુકાયો કેમ કે ટુંડાવ અને ભાંખર, દાસજ સાવ વિ‚ધ્ધ દિશામાં હતા, હવે પહેલા કઈ જગ્યા એ જવુ ? જયદેવે વિચાર્યુ કે દાસજ ભાંખર ગામોએથી તો કોઈ ફોન આવ્યો નથી કે બીજા કોઈ ત્યાંના સમાચાર આવ્યા નથી. આથી તેણે જીપને સિધ્ધપુર હાઈવે ઉપર લીધી.

હાઈવે ઉપર હજુ જયદેવ એકાદ કિલો મીટર જ ગયો હશે ત્યાં પી.એસ.ઓ. ધેમરભાઈ ચૌધરીએ વધી આપી કે ટુંડાવ ગામના સરપંચનો ફોન હતો કે, ટુંડાવ ગામે પોલીસની કોઈ જરૂર નથી અહિં વાતાવરણ શાંત છે. આથી જયદેવે જીપને પાછી વળાવી ઉંઝા શહેરમાં થઈ દાસજ ભાંખર રોડ ઉપર લીધી.

જયદેવ વિચારતો હતો કે કોઈ નાલાયક વ્યકિત પોલીસને મીસ ગાઈડ કરવા કે ધંધે લગાડવા ખોટા ફોન પોલીસ સ્ટેશનમાં કરી રહેલ જણાય છે. જયારે તાવડી ગરમ હોય ત્યારે સૌ પોતાની રોટલી શેકી લેતા હોય છે. સંજોગો અને પોલીસની લાચારીનો દુરપયોગ કોઈ હરામી વ્યકિત કરી રહી હતી.

જયદેવે ડ્રાયવરને કહ્યુ દાસજ રોડ ઉપર જીપ લઈ લ્યો. વૈજનાથ મહાદેવ મંદિર આ જ રોડ ઉપર ઉંઝાથી થોડે દુર જતાં જમણા હાથે વળીને અડધો એક કીલોમીટર દુર વગડામાં તળાવના કાંઠે વૃક્ષોના ઝુંડ વચ્ચે એકલુ હતુ. જીપ મંદિરે આવતા ત્યાં સંપુર્ણ શાંતિ હતી કોઈ માણસો દેખાતા ન હતા. પુજારી ઓટલે બેસીને માળા ફેરવી રહ્યા હતા. આથી જયદેવે જીપ ઉભી રખાવ્યા વગર જ પાછી વળાવી ભાંખર રોડ ઉપર લેવરાવી.

જીપ હજુ ભાંખર ગામ તરફ જઈ જ રહી હતી ત્યાં કલાક ૧૬/૧૫ વાગ્યે ઉંઝા ઓપરેટરે પેન્થરસરનો ઉનાવાથી આવેલો જયદેવ માટેનો સંદેશો આપ્યો કે ઉંઝા પીઆઈએ વધારેમાં વધારે ફોર્સ (પોલીસ દળ) અને બીજી રીકવીજીટ મોબાઈલો મેળવીને ઉનાવા ખાતે મોકલી આપે.

હજુ જયદેવ ભાંખર રોડ ઉપરથી પાછો વળીને ઉંઝા પહોંચ્યો પણ ન હતો ત્યાં કલાક ૧૬/૨૦ વાગ્યે ઉંઝા ઓપરેટરે જયદેવને પેન્થરસરનો બીજો સંદેશો આપ્યો કે અહિં ઉનાવા ખાતે વાતાવરણ તંગ હોઈ પછી પીઆઈશ્રીએ ભોગવવુ પડશે !

આ માહોલમાં સૌથી વધુ પરેશાન જયદેવ ને થયુ કે આહા હા… ખાતાનો કેવો શિરસ્તો છે ? જુના જમાનામાં સંયુકત કુટુંબમાં જેમ દરેક વાંક વહુનો જ હોય તેમ પોલીસ ખાતામાં જે કોઈ અધટીત બનાવ બને તેની જવાબદારી કે અપજશ કે પગલા લેવા માટે થાણા ઈન્ચાર્જ જ જવાબદાર હોય છે. પછી જે તે જગ્યાએ થાણેદાર હાજર ન હોય અને બીજા જવાબદાર અધિકારી હોય તેમ છતાં જવાબદારી તો થાણેદારની જ ! આવો કિસ્સો ભુજ શહેરના એક બનાવનો આગળ ઉપર આવશે. ટુંકમાં ભોગવવાનું તો થાણેદારે જ આવે ! તે હકીકત હતી.

જયારે પોલીસવડાએ જયદેવને ઉનાવાથી ઉંઝા, ભાંખર જવાનો આદેશ કર્યો ત્યાથી જ પેન્થરસર નારાજ હતા તે હકીક્ત તેમની સાથે મોબાઈલ ફોન ઉપર વાતચીત કરતા જ જણાયુ હતુ. કારણ કે તે બાબત સહજ જ હતી કે આવા વિકટ સંજોગોમાં જો અન્ય સક્ષમ બળ બીજે ડાયવર્ટ થાય તેવુ કોણ ઈચ્છે ? જે તે વખતે તેઓ ન તો પોલીસવડાને કાંઈ કહી શકયા ન તો જયદેવને ઉનાવા જ રોકાઈ જવા કહી શકયા પણ નારાજગી વ્યકત કરેલી.

જયદેવ તો પોલીસવડાના હુકમથી બંધાયેલો હતો પરંતુ પેન્થરસરની ચિંતા પણ સાચી હતી, ઉનાવા નો તખ્તો ગમે ત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેમ હતો આજુબાજુના ગામડાઓમાંથી સશસ્ત્ર ટોળાઓની આવકમાં વધારો જ થતો જતો હતો અને ઉનાવા ગામને લગભગ ઘેરી લીધુ હતુ. તેમાં પણ વિશાળ મીરાંદાતારની દરગાહ તો મહેસાણા બાજુ્થી આવતા હાઈવે ઉપર જ પ્રથમ લક્ષમાં હતી. પરંતુ ઉંઝાના વાયરલેસ સંદેશા જે રીતે પાસ થતા હતા તેથી પોલીસવડાએ એક જવાબદાર અધિકારીને ઉંઝા મોકલ્યા તે આદેશ પણ વ્યાજબી હતો.

કલાક ૧૬/૧૫ વાગ્યાની વર્ધી અન્વયે તુર્તજ જયદેવે કલાક ૧૬/૨૦ વાગ્યે ઉંઝા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં જયાં ઝુંપડપટ્ટી વિસ્તાર હતો તેમાં મિશ્ર વસ્તી હતી તેનો મોરચો સાચવીને ઉભેલી ક્રાઈમ સેક્ધડ મોબાઈલ તથા બીજા જવાનોને ઉનાવા તાત્કાલીક પહોંચવા વાયરલેસ વર્ધીથી આદેશ કરી દીધો.

કલાક ૧૬/૨૫ વાગ્યે પોલીસવડાની વર્ધી પાસ થતી હતી કે પેન્થરસરને જાણ કરો કે ઉનાવા ખાતે ટોળાઓના હુમલા ખાળવા માટે અસરકારક ફાયરિંગ અવશ્ય કરવુ. તુર્તજ કલાક ૧૬/૨૮ વાગ્યે વર્ધી પસાર થતી હતી કે પેન્થરસરે બે રાઉન્ડ ફાયર કરતા મહેસાણા કંટ્રોલને જાણ કરવી.

કલાક ૧૬/૩૦ વાગ્યે પોલીસવડાએ વાયરલેસથી પેન્થરસરને આદેશ કર્યો કે ઉનાવામાં કફર્યુ લાદી દે. પોલીસવડાએ આ આદેશ એટલા માટે કર્યો કે આવી ગંભીર પરિસ્થિતીમાં પણ કોઈ એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ ઉનાવા ખાતે હાજર ન હતા. સામાન્ય રીતે સંજોગો અનુસાર ગોળીબાર કરવા કે કફર્યુ લાદવા માટે એકજીકયુટીવ મેજીસ્ટ્રેટનો આદેશ મેળવવાનો હોય છે. અત્યારે પોલીસ જે કાર્યવાહિ કરી રહી હતી તે જાહેર હીતમાં પણ પોતાના જોખમે સુઓ મોટો કાર્યવાહી કરી હતી.

આ કલાક૧૬/૩૦ ની વર્ધી માં જ વળતો સંદેશો પેન્થરસરે આપ્યો કે ટોળાઓ કાબુમાં આવ્યે કફર્યુ જાહેર કરી દઈશુ અને આ જાણ પોલીસવડાને કરવામાં આવી.

કલાક ૧૬/૩૨ વાગ્યે ઉંઝાથી સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટે સંદેશો આપ્યો કે અત્રે વખતે જરૂરી માણસો સાથે ઉનાવા જવા રવાના થયેલ છીએ જેની પેન્થરસરને જાણ કરો.

કલા ૧૬/૩૫ વાગ્યે પેન્થરસરે ઉંઝાને જાણ કરી કે ઉનાવા ગામે કફર્યુ લાદવામાં આવેલ છે. જેથી તે બાબતે પોલીસવડા અને મહેસાણા કંટ્રોલરૂ મને જાણ કરી.

કલાક ૧૬/૫૦ વાગ્યે ઉનાવા મોબાઈલ વાને ઉંઝાને જાણ કરી કે ઉનાવા ખાતે ૨૦ શોર્ટ રેન્જ અને ૨૦ લોંગરેન્જ સેલ(ગેસ) મોકલી આપવા . ઉંઝાએ તે વર્ધી મહેસાણા કંટ્રોલને આપી.

જયદેવે ઉંઝાથી ઉનાવા રવાના કરેલ ક્રાઈમ સેક્ધડ મોબાઈલના ફોજદાર રાઠોડે કલાક ૧૬/૫૫ વાગ્યે ઉનાવાથી વર્ધી આપી કે સર્વિસ રીવોલ્વરમાંથી ચાર રાઉન્ડ ફાયર કરેલ છે અને ૫ હેન્ડગ્રેનેડ સેલ છોડેલ છે. આથી ઉંઝાએ આ જાણ મહેસાણા કંટ્રોલ ‚મને કરી.

(ક્રમશ:)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.