Abtak Media Google News

સુરત શહેરના પુણા-સારોલી રોડ પર આવેલા રઘુવીર સિલિયમ માર્કેટમાં મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગ જોત જોતામાં ચોથા માળ પર ફેલાઇ ગઇ હતી અને ત્યાર બાદ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આવેલી માર્કેટની તમામ દુકાનોને આગે ઝપટમાં લઇ લીધી હતી.

Advertisement

બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ આગ એટલી પ્રચંડ હતી કે વધુ ગાડીઓ મંગાવી હતી. ફાયરના અધિકારીઓએ બ્રિગેડ કોલ જાહેર કરી અને તમામ સ્ટાફને માર્કેટ પર બોલાવી લીધા હતા. સવારે સાડા દસ વાગ્યા સુધી આગ પર કાબુ ન આવતા કલાકો બાદ પણ આગ સળગી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.