Abtak Media Google News

વિવેક બિન્દ્રા, મનોજ જોશી, પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત મહાનુભાવોને મળવા-માણવાનો સોનેરી અવસર

મેહુલભાઈ રૂપાણીનાં માર્ગદર્શનમાં બૂકફેરનાં કાર્યક્રમને સફળ બનાવવા જુદી-જુદી કમિટીઓ દ્વારા ઉઠાવાતી જહેમત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે આયોજીત સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનો શુભારંભ આગામી તા. ૨૫થી ર૯ જાન્યુઆરી ૨૦૨૦ દરમ્યાન ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે થશે. રપમી જાન્યુઆરી શનિવારે સવારે ૯ વાગ્યે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને સંત પં.પૂ. રમેશભાઈ ઓઝાની વિશેષ ઉ૫સ્થિતિ. સાથે સૌરાષ્ટ્ર બૂકફેર લિટરેચર ફેસ્ટીવલની શુભ શરુઆત થશે ત્યારે એ અગાઉ રાજકોટ અને સૌરાષ્ટ્રની સાહિત્ય-કલાપ્રેમી જનતાની તમામ સગવડતાઓ સચવાઈ રહે તેમજ પાંચ દિવસનાં રંગારંગ કાર્યક્રમો દરમિયાન કોઈને પણ એકપણ મુશ્કેલી ન વેઠવી પડે એ માટે ‘ડી.એચ. કોલેજ’નાં કેમ્પસ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પદાધિકારી તથા અધિકારીઓએ ખડે પગે છે.  ઉલ્લેખનીય છે કે, વિવેક બિન્દ્રા, મનોજ જોશી, પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિપ્રાપ્ત મહાનુભાવોને મળવા-માણવાનો સોનેરી અવસર આ બૂકફેરનાં મુલાકાતીઓને મળશે જેથી દેશભરમાંથી લાખો લોકો સૌરાષ્ટ્ર બૂકફેરની મુલાકાત લેવા ઉત્સુક છે. રાજકોટનાં મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, કમિશ્નર ઉદય અગ્રવાલ, ડે. મેયર અરવિંદભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા, શાશક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. નીતીનભાઈ પેથાણી, ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી, રજીસ્ટ્રાર તમામ સીન્ડીકેટ મેમ્બરોની આગેવાની હેઠળ એકેડેમીક કાઉન્સીલના સભ્યો, સેનેટ સભ્યો, અલગ-અલગ ડીપાર્ટમેન્ટ-કોલેજોનાં પ્રિન્સીપાલો, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના સભ્યો આ બૂકકફેરને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

અંજલીબેન રૂપાણી (પ્રભારી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો), નીતિનભાઈ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણી), કમલેશભાઈ મીરાણી (ભાજપ શહેર પ્રમુખ)ના વિશેષ માર્ગદર્શન હેઠળ એકતાંતણે ગુંથાઈને પ્રશંસનીય કામગીરી ચાલી રહી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનાં કોર્ડીનેટર મેહુલભાઈ રૂપાણીનાં માર્ગદર્શનમાં બૂકફેરનાં કાર્યક્રમને સફળ બનાવવા જુદી જુદી કમિટીઓ મહેનત કરી રહી છે. મેહુલભાઈ રૂપાણીએ આ અંગે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલ સમગ્ર રાજ્ય માટે એક નવલું નજરાણું બની રહેશે. ૧૦૦થી વધુ સાહિત્યકારો – લેખકો – પત્રકારો – કવિઓ અને કલાજગતનાં કસબીઓ તથા ૨૦૦થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રકાશકો તેમજ પાંચ લાખથી વધુ લોકો સૌરાષ્ટ્ર બૂકફેરનો ભાગ બનવા જઈ રહ્યાં છે. ગુજરાતમાં ખાસ કરીને રાજકોટમાં આ પ્રકારનો ગુજરાતી ભાષા-સાહિત્યનો કાર્યક્રમ થવો એ દરેક સૌરાષ્ટ્ર-રાજકોટવાસીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. આ બૂકફેરની અંદાજીત પાંચ લાખ લોકો મુલાકાત લેશે જેમાં બે લાખ વિદ્યાર્થીઓ અને ત્રણ લાખ જેટલા સૌરાષ્ટ્રભરનાં લોકો હશે.

ઉપરાંત આ બૂકફેરમાં કલર કોમ્પિટિશન, સ્ટોરી કોમ્પિટિશન, વન મિનીટ ગેમ, વેસ્ટમાંથી બેસ્ટ જેવી વિવિધ કોમ્પિટિશનમાં ભાગ લેનાર ધોરણ ૧થી ૮નાં વિદ્યાર્થીઓમાંથી દસ હજાર જેટલા વિદ્યાર્થીઓને ઈનામ અને સર્ટીફિકેટ તેમજ વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ-સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. આમ, આ બૂકફેર અનેક અર્થમાં રાજકોટ-સૌરાષ્ટ્ર જનતાને કઈકને કઈક આપી જશે. વાંચન, મનન, ચિંતન સાથે તેમની આંતરિક કલાઓ પણ ખીલશે એવું મેહુલભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કલાકારો અને ભાવકો એક સ્થળે એકઠા થઈ સાહિત્યનો ઉત્સવ ઉજવી રહ્યાં છે. શબ્દસંવાદ, તરવરાટ સાહિત્ય સંધ્યા, સર્જન વર્કશોપ, ઓથર્સ કોર્નર અને બાળકો-વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રકારની હરિફાઈઓ સાથે આગામી તારીખ ૨૫ થી ૨૯ જાન્યુઆરી રાજકોટ-સૌરાષ્ટ્રની જનતા માટે યાદગાર બની રહેશે. સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલનાં તમામ કમિટી મેમ્બર્સ અને અન્ય મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર બૂકફેરને સફળ અને શાનદાર બનાવવાની જહેમત ઉઠાવવામાં આવી રહી છે જેમાં કમિટી અધ્યક્ષ તરીકે ડો. મેહુલભાઈ રૂપાણી, સૌ. યુનિ. સિન્ડીકેટ સભ્યો ડો. ધરમભાઈ કાંબલીયા, ડો. વિજયભાઈ પટેલ, ડો. ભાવિનભાઈ કોઠારી, ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ડો. હરદેવસિંહ જાડેજા, ડો. ગિરીશભાઈ ભીમાણી, ડો. નેહલભાઈ શુક્લ, ડો. અનિરુદ્ધસિંહ પરમાર, ડો. વિમલભાઈ પરમાર, ડો. ભરતભાઈ રામાનુજ, ડો. ભરતભાઈ વેકરીયા, ડો. પ્રવિણસિંહ ચૌહાણ, ડો. રમેશભાઈ પરમાર તેમજ અલગ-અલગ કમિટીનાં ક્ધવીનરો નિલેશભાઈ સોની, શૈલેષભાઈ જાની, ગૌરાંગભાઈ મણીઆર, જતિનભાઈ સંઘાણી, પરમાર અમિત, ટેવાણી જય, રાઠોડ હિરેન, ગોહેલ ઘનશ્યામસિંહ, ડો, અશ્વીન રાઠોડ, વિજય ગોયાણી, ચાવડા રણજીતસિંહ, ડો. ભગીરથસિંહ માંજરીયા, ડો. રાજુભાઈ દવે, ગોહેલ જીતેન્દ્ર, ડો. ચંદ્રેશભાઈ કાનાબાર, મોલિયા રોહિત, લાગંડિયા શુભેંદુ, ઝાલા પુષ્પરાજસિંહ, પ્રકાશભાઈ દૂધરેજીયા, પાર્થરાજસિંહ કામલીયા, ડો. હિરેનભાઈ ઘેલાણી, ઠાકર હર્ષ, વ્યાસ નિરવ, ગૌતમ જાની, યશ વાઘેલા, પરખ ભટ્ટ,  વિશાલ વાસા, સુરેશભાઈ ચૌહાણ, દિનેશભાઈ આડેસરા, તેરૈયા સંજય, કલ્પિતભાઈ સંઘવી, જીગરભાઈ ભટ્ટ,  ભાર્ગવભાઈ ઠાકર, ભવ્ય રાવલ વગેરે સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.