Abtak Media Google News

મેડિકલ કાઉન્સીલનાં વિસર્જન બાદ થોડા સપ્તાહમાં જ તબીબી શિક્ષણની કમાન નેશનલ મેડિકલ કમિશન હાથમાં લેશે

બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રને વેગવંતુ બનાવવા અને તેને સમૃઘ્ધ કરવા માટે અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે ત્યારે બીજી તરફ મેડિકલ એજયુકેશનની કમાન આવનારા થોડા સમયમાં જ નેશનલ મેડિકલ કમિશનનાં હાથમાં આવી જશે તે પ્રકારનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. વાત કરવામાં આવે તો મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનાં કાર્યકાળ દરમિયાન અનેકવિધ પ્રકારનાં ભ્રષ્ટાચારનાં આક્ષેપો, કાર્ય પઘ્ધતિ ઉપરનાં અનેકવિધ સવાલોનાં પગલે સરકાર દ્વારા મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાને વિસર્જન કરવાનું નકકી કર્યું હતું અને તેના સ્થાન ઉપર નેશનલ મેડિકલ કમિશનને ઉદભવ કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો ત્યારે સુત્રોનાં જણાવ્યા મુજબ મેડિકલ કાઉન્સીલનાં વિસર્જન બાદ થોડા જ સપ્તાહમાં તબીબી શિક્ષણની કમાન નેશનલ મેડિકલ કમિશન હાથમાં લેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

7537D2F3 3

કેન્દ્રનાં આરોગ્ય મંત્રી હર્ષવર્ધને માહિતી આપતા જણાવ્યું હતું કે, મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનું વિસર્જન કર્યા બાદ નેશનલ મેડિકલ કમિશનની રચના માટેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવેલી છે કે જે આગામી ટુંક સમયમાં તેને અમલી બનાવાશે. આ તકે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નેશનલ મેડિકલ કમિશનની રચના થતાની સાથે જ મેડિકલ ક્ષેત્રમાં અનેકવિધ ફેરબદલો જોવા મળશે અને મેડિકલ શિક્ષણનું સ્તર પણ ઘણાખરા અંશે ઉંચુ આવશે. મેડિકલ કમિશન અમલી બનતાની સાથે જ જે કોઈ પ્રશ્ર્ન તબીબી ક્ષેત્રે ઉદભવિત થઈ રહ્યા છે તેને વહેલાસર પૂર્ણ કરવા માટે મદદગાર સાબિત થશે અને મેડિકલ ક્ષેત્રે કોઈપણ પ્રકારનાં ગેરવર્તનો કે ગેરવ્યાજબી વ્યવહારો ન થાય તે દિશામાં વિવાત્મક રચના ઘડી કાઢવામાં આવશે અને સમગ્ર દેશમાં મેડિકલનું સ્તર ઉચું કરવા માટે તમામ પ્રકારનાં પ્રયત્નો હાથ ધરાશે.

આ તકે આરોગ્ય મંત્રી હર્ષવર્ધને વિશેષરૂપથી માહિતી આપતા જણાવ્યું હતું કે, નેશનલ મેડિકલ કમિશનની એડવાન્સ રચના પૂર્ણ થઈ ચુકી છે અને ચેરમેન સાથો સાથ બોર્ડ મેમ્બરોનાં નામ પણ સુનિશ્ર્ચિત કરી દેવામાં આવ્યા છે પરંતુ આગામી થોડા અઠવાડિયામાં જ બાકી રહેતી નેશનલ મેડિકલ કમિશનની ફોર્માલીટીને પૂર્ણ કરી તેને પૂર્ણત: અમલી બનાવવામાં આવશે. આ તકે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નેશનલ મેડિકલ કમિશનની રચના થતાની સાથે જ દેશમાં મેડિકલ ક્ષેત્ર પુરઝડપે આગળ વધશે અને તમામ પ્રકારનાં પડતર પ્રશ્ર્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તે દિશામાં કામગીરી પણ હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.