Abtak Media Google News

શાસકોના પાપે બે વર્ષમાં ૨૨.૭૪ કરોડનું નુકશાન: સાગઠીયા

રાજકોટ મહાનગરપાલિકા ના બાકી વેરામાં મોબાઈલ ટાવર કંપનીઓ પાસે ૪૨ કરોડ ૬ લાખ રૂપિયા બાકી છે કોર્પોરેશન કોની શરમ લાગે છે આ વેરો ઉધરવતા નથી?

રાજકોટમાં આવેલ મોબાઈલ ટાવર કંપનીઓ ને તા. ૦૧-૦૪-૨૦૧૮ સ્ટેન્ડિંગ કમીટી માં ઠરાવ કરી ૫૦ નો ભારાંક માંથી ૧૫ કરતા કોર્પોરેશનને કરોડો રૂપિયા નુકશાન થઇ રહ્યું છે તેમ છતાં માનીતી ટાવર કંપનીઓને ખાટવવા નો ભાજપનો કારસો પાર પડી ગયો હતો ત્યારે પણ અમે કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો હતો પરંતુ સતાના મદમાં અને પાર્ટીના ફાયદા માટે કોર્પોરેશનને કરોડો રૂપિયા નું નુકશાન કરાવવા વાળા ભાજપના મિત્રો ને માટે મારો સિધ્ધો સવાલ છે કે આપે જુના ભાવ મુજબ ૧ વર્ષનો ટાવર કંપનીઓનો  ટેક્ષ ૧૯ કરોડ ૩૨ લાખ થતો હતો અને આપણા પ્રતાપે નવો ભાવ મુજબ ૬ કરોડ ૩૮ લાખ થાય છે તેમ છતાં ભાજપની માનીતી ટાવર કંપનીઓ ટેક્ષ ભરતી નથી આજની તારીખે આ ટાવર કંપનીઓ પાસે ૪૨ કરોડ ૬ લાખ રૂપિયા બાકી છે અને તેમાંથી બે કંપનીઓ કોર્પોરેશન સામે કોર્ટમાં મેટર લઈ ગઈ છે અને તે પણ કોઈકના ઈશારે કોર્ટમાં ગઈ છે તેમાંથી ૧ કંપનીની પાસે તો ૨૮ કરોડ ૬૬ લાખ રૂપિયા એક જ પાસે ૨૯૨ ટાવરના બાકી છે તો કોના પ્રતાપે આ કરોડોનો ચૂનો રાજકોટ મહાનગરપાલિકા ને લાગી રહ્યો છે તે પણ અમારો સિધ્ધો સવાલ છે.

7537D2F3 6

કોર્પોરેશન ટેક્ષ ફક્ત ૭૦૧ મોબાઈલ ટાવરનોજ ગણયો છે હજી તો એક અંદાજ મુજબ ૧૨૫ થી ૧૫૦ ટાવર ટેક્ષ ગણયો પણ નથી અને ચોપડે ચડાવ્યો પણ નથી તેવો અમારું માનવું છે અમારા લોકો દ્વારા મોબાઈલ ટાવર અમોએ ગણાવ્યા છે તે જોતા ૩૮ ટાવર તો કોર્પોરેશનમાં નોંધ્યા જ નથી તો આનું શું ? અધિકારીઓ ક્યારે જાગશે ? પદાધિકારીઓ ક્યારે હુકમ કરશે ? અને રાજકોટ ની પ્રજાના પરસેવાની કમાણી ની હિસાબ ક્યારે મળશે? બીજું રાજકોટ મહાનગર પાલિકા ની આજની તારીખે બાકી સરકારી કચેરી અને કંપનીઓ તેમજ વ્યકિત ગત રીતે બાકી ટેક્ષ ગણ્યે તો ૬૦૦ કરોડ રૂપિયા બાકી છે તે ક્યારે આવશે? ક્રેન્દ્ર સરકારની રેલ્વે પાસે ૧૫ કરોડ રૂપિયા વેરો બાકી (ટેક્ષ) બાકી છે પોસ્ટ ઓફીસ પાસે ૮૩ લાખ રૂપિયા બાકી છે સમરસ હોસ્ટેલ પાસે ૩ કરોડ રૂપિયા બાકી છે આ ત્રણેય મિલકત ક્રેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જ તો તે ક્યારે આ ટેક્ષ ભરશે? ભાજપની સતા કોર્પોરેશન  ગુજરાત સરકાર અને ક્રેન્દ્ર સરકાર ત્રણેય માં સરકાર હોય તો શા માટે ટેક્ષ સરકાર ભરતી નથી? જલ્દીથી કમિશ્નરે આ બાકી ટેક્ષ વસૂલવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.