Abtak Media Google News

ટ્રક ચાલક ભાગી ગયો: કિલનરની ધરપકડ

સુરેન્દ્રનગર પોલીસ અને આર.આર. સેલના સ્ટાફ વચ્ચે વિદેશી દા‚નો જંગી જથ્થો પકડવાની હરિફાઇ ચાલતી હોય તેમ આર.આર.સેલના સ્ટાફે તાજેતરમાં સુરેન્દ્રનગર પંથકમાંથી વિદેશી દા‚ પકડયા બાદ ગઇકાલે સુરેન્દ્રનગર પોલીસે સાયલાના વસ્તડી ગામના પાટીયા પાસેથી ‚ા ૪૨ લાખની કિંમતના વિદેશી દા‚ બિયર અને ટ્રક સાથે રાજસ્થાની શખ્સની ધરપકડ કરી છે.

D5સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી વિદેશી દારૂની મોટાપાયે હેરફેર થતી હોવાની રાવ ઉઠે છે. ત્યારે મંગળવારે રાત્રે બાતમીને આધારે એલસીબી ટીમના પીએસઆઇ કે.આર.સીસોદીયા, રવિભાઇ ભરવાડ, દિલીપભાઇ ઠાકોર, જોરાવરનગર પીએસઆઇ એ.પી.ગઢવી, જીવરાજભાઇ સહિતનાઓએ હાઇવે પર વસ્તડી ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન રાજધાની હોટલ પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલ આંધ્રપ્રદેશ પાસીંગના ટ્રકને અટકાવી તલાશી લેવાઇ હતી. જેમાં ટ્રકમાં ફ્રીઝના ખાલી ખોખામાં સંતાડેલ વિદેશી દારૂની ૮૨૯૫ બોટલો અને બીયરના ૨૩૨૮ ટીન કિંમત રૂપિયા ૩૩,૯૧,૩૦૦ /- , ટ્રક, મોબાઇલ, દોરડુ, તાડપત્રી સહિત રૂપીયા ૪૧.૯૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડામાં મૂળ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના સદકડી ગામનો અને હાલ અમદાવાદ નારણપુરામાં રહેતો ટ્રકનો કલીનર દિનેશભાઇ કલાજી મીણા ઝડપાઇ ગયો હતો. જયારે ટ્રકનો ડ્રાઇવર મદનલાલ નાસી છૂટ્યો હતો. બન્ને શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જયારે ઝડપાયેલ શખ્સ દિનેશભાઇ મીણાના રીમાન્ડ મેળવી બીજા નામો ખૂલે તેવી પોલીસ આશા રાખી રહી છે. હાલ નાસી છૂટેલા ડ્રાઇવર મદનલાલને શોધવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.