Abtak Media Google News

આર.એમ.સી.ગ્રાઉન્ડ નાના મૌવા સર્કલ ખાતે ૨૮મો સમુહ લગ્નોત્સવ: સમિતિ તરફથી કરિયાવર, ૧૧ હજારના બોન્ડ અને ‘ચારણ સંસ્કૃતિ’ મેગેઝિનનું ૫ વર્ષનું લવાજમ અપાશે

નાનામૌવા સર્કલ નજીક આવેલા આર.એમ.સી.ગ્રાઉન્ડ ખાતે કાલે મહાવદ આઠમે ચારણ ગઢવી સમાજનો ૨૮મો સમુહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાશે. જગદંબા સોનલમાંની અસીમ કૃપાથી અને આઈ કંકુ કેસરમાની પ્રેરણાથી જૂની સમૂહ લગ્ન સમિતિ દ્વારા કલ્યાણકારી સમૂહ લગ્નનું આયોજન કરાયું છે.

પાલુ ભગત આ શુભ અવસરે પ્રભુતામાં પગલા માંડતા નવયુગલોને આશીર્વાદ આપવા પધારશે. સમારંભના પ્રમુખ સ્થાને નાગરદાસભાઈ બુધશી (મુંબઈ) અને રિટાયર્ડ કલેકટર એસ.કે. લાંગાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

માંગલીક પ્રસંગોમાં કાલે સવારે ૫ કલાકે જાન આગમન અને ચા-નાસ્તો, ૬ કલાકે ગણેશ સ્થાપના, સવારે ૭.૧૫ કલાકે મંડપ મૂહૂર્ત, ૮ કલાકે હસ્ત મેળાપ, ૧૦.૩૦ થી૧ કલાક ભોજન સમારંભ, બપોરે ૨ થી ૪ સત્કાર સમારંભ અને ૪ કલાકે ક્ધયા વિદાય યોજાશે.

7537D2F3 9

સમુહ લગ્નના સ્વ. અમરીબેન નરસીદાસ બુધશી પરિવાર જગણવારનો સંપૂર્ણ ખર્ચ ભોગવશે. આ સમુહ લગ્નમાં આઈશ્રી સોનલમાં ટ્રસ્ટ, ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી, શકિત ચારણ સંગઠન, કરણ સેના ટ્રસ્ટ, ખોડીયાર ગઢવી યુવક મંડળ, સિંહમોય ટ્રસ્ટે સહયોગ આપ્યો છે.

સમૂહ લગ્નની દરેક દીકરીઓને કબાટ-પગલં, ૫ જોડી કપડા, સ્ટીલની ટીપોઈ, મેકઅપ કીટ, જવેલરી પાઉચ, બાજોડની જોડી ઉપરાંત ૧૧ હજારના બોન્ડ તથા દરેકને ચારણ સંસ્કૃતિ મેગેઝીનનું ૫ વર્ષનું લવાજમ આપવામાં આવશે. અને મેરેજ સર્ટીફીકેટ તથા સરકારી રોકડ સહાય કુંવરબાઈનું મામેરૂ અને સાત ફેરા સમુહ લગ્ન યોજનાનો લાભ લેવા માંગતા હશે તેની વ્યવસ્થા સમિતિ તરફથી કરવામાં આવી છે.

સમુહ લગ્નમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯ થી ૧ કલાક સુધી બ્લડ ડોનેટ કરી શકે છે. જેટલુ રકત એકત્રીત થશે તે સીવીલ હોસ્પિટલમાં દાખલ થયેલા ગરીબ દર્દીઓ, થેલેસેમીયા પીડિત,અને પ્રસૂતાઓને વિનામૂલ્યે રકત આપવામાં આવશે. સીવીલ હોસ્પિટલના ડોકટરોની ટીમ સેવા આપશે આઈ શ્રી સોનલમાં એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ચારણ સંસ્કૃતિ મેગેઝીનનું લવાજમ સ્વીકારાશે સમૂહ લગ્નમાં પધારવા માટે સમૂહ લગ્ન સમિતિએ હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.