Abtak Media Google News

સેન્ટ્રર જેલમાં વધુ એક વખત પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા તંત્રમાં દોડધામ: પાકા કામના કેદી સામે નોંધાતો ગુનો

રાજકોટ જીલ્લા જેલમાં દડો ફેંકી તમાકુ, ચાર્જર જેવી ચીજવસ્તુ મળી હોવાના બનાવની શાહી હજુ પોલીસ ચોપડે સુકાઇ નથી ત્યારે વધુ એકવાર જેલમાં આજીવન કેદના આરોપીના ખિસ્સામાંથી તમાકુ અને નીકરમાંથી મોબાઇલ ફોન મળી આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. બનાવના પગલે જેલ સંચાલકોએ તપાસના આદેશો કર્યા છે.

બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહીતી મુજબ રાજકોટ મઘ્યસ્થ જેલમાં જેલર ગ્રુપ-રમાં ફરજ બજાવતા વી.કે. હેરભાએ પ્ર.નગર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે રાજકોટ જીલ્લા જેલમાં ખુનના ગુનામાં આજીવન કેદીની સજા ભોગવતો યાકુબખાન કાળુખાન પઠાણ નામનો પાક કામનો કેદી જેલમાં આવેલી નવી જેલ-૧  યાર્ડ નં.૩ બેરક નં.૩ ની બહારના ભાગે સી.ડી. પાસે હતો ત્યારે તેની શંકાસ્પદ સ્થિતિના કારણે આ કેદીની અંગ ઝડપતી લેવામાં આવતા તે દરમ્યાન પેન્ટના ખિસ્સામાંથી જેલ પ્રતિબંધીત થોડી છુટી તમાકુ મળી આવી હતી અને વધુ તપાસ કરતા તેના નિકર માં છુપાવેલા મોબાઇલ ફોન મળી આવતા આ અંગે જેલ અધિક્ષકને જાણ કરવામાં આવતા પાકા કામના કેદી યાકુબ ખાન સામે પોલીસ કાર્યવાહી કરવાનો હુકમ કરતા જેલબ વી.કે. હેરભાએ પ્ર.નગર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.બનાવના પગલે પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ એમ.બી.ગોસ્વામી એ કેદી સામે ગુનો નોંધી જેલમાં જેલી પ્રતિબંધીત વસ્તુઓ તમાકુ અને મોબાઇલ ફોરેન્સીક ડીપાર્ટમેન્ટને અને એફએસઓમાં તથા સાયબર ક્રાઇમ ને બોલાવી ફોન કયાંય આવ્યો કોણે મોકલ્યો તથા કયા કયા સિમ કાર્ડ  આ મોબાઇલમાં ઉપયોગ કરાયો તથા આ મોબાઇલમાંથી કોઇ કોને ફોન કરવામાં આવ્યા તે અંગે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.