Abtak Media Google News

Table of Contents

આપણા દેશમાં મંદિર-સંસ્કૃતિનો પ્રભાવ વધ્યો, પણ પાપાચાર, મતિભ્રષ્ટતા, અનૈતિકતા, અને દુષ્ટતાની દુર્ગંધ વધ્યા કરે છે અને મનુષ્યો વધુ મૂલ્યવાન બનવાને બદલે વધુને વધુ સસ્તા થતા રહ્યા છે: રાજકારણનાં અપરાધીકરણની માત્રા વકરતી નહિ અટકે ત્યાં સુધી ‘સ્માર્ટ ભારત’ જોજનો દૂર ને દૂર રહેશે: મંદિરો દેશની કાયાપલટ કરશે કે વિદ્યાલયો ?

આપણો દેશ ખેતીપ્રધાન છે ને ગામડાઓમાં પથરાયેલો છે. ગામડાઓ ભાંગી તૂટીને શહેરો બને એનાથી અને ગામોનાં હૃદયસમા ચોરા હાડપિંજરમાં ફેરવાઈને મંદિરોની મહેલાતોની રાહ જોવાય એનાથી જ આપણો દેશ તથા

એની પ્રજા ‘રામરાજય’ નહિ પામી લે. ખેતીની સાથે પ્રત્યેક ગ્રામ્યજનોનાં ઘરમાં ગૃહ ઉદ્યોગો અને કુટિર ઉદ્યોગો ધમધમતા થશે અને સમાન માનવ-ગૌરવનો મંત્ર રાષ્ટ્રીય મંત્ર બનીને અખંડ લહેરાતો રહે એ વખતે રામરાજયનાં સૂરજ-ચંદ્રમા ઉગતા પ્રકાશતો થઈ જશે ગ્રામોધ્ધાર વિના ગોકુળ વૃંદાવનો અશકય !…

હિન્દુસ્તાનને આઝાદી મળી તે વખતથી ભારતની પ્રજા અહી સુરાજયની અને રામરાજયની સ્થાપનાની રાહ જોતી આવી છે.

જૂની પેઢી, એટલે કે આઝાદીનાં સંગ્રામમાં ભાગ લઈ ચૂકેલી અને આંખોમાં દેશભકિતના સૂરમાં આંજી આંજીને પોઢી ચૂકેલી પેઢીતો હવે નથી રહી. એણે ન સુરાજય જોયું, ન રામરાજય નિહાળ્યું…

નવી પેઢી એની રાહ જૂએ છે…

ઉગતી પેઢી ભણે ગણે છે. શ્રમ-ઉદ્યમ કરે છે.

વેદિક સંસ્કૃતિની આલી-લીલી ઝાકઝમાળ એણે નિહાળી નથી.

આજના યુગની સંસ્કૃતિ આપણા રાજકીય ક્ષેત્રની મતિભ્રષ્ટતાને કારણે અને હલકટાઈ-હેવાનિયતને કારણે ઘણે અંશે બૂરી રીતે લોપાઈ ચૂકી છે.

પશ્ર્ચિમી સંસ્કૃતિ અને વિદેશી સંસ્કાર આપણી વેદિક સંસ્કૃતિ તથા સંસ્કારની છાતી ઉપર ચઢી બેઠા છે. ફેશને આપણા દેશની નારીઓનાં તેમજ યુવકો-યુવતીઓના લજજા-મર્યાદાની કૂદરતી મૂડીનું લીલામ કરી દીધું છે.

અહી એવી ટકોર કરવી પડે છે કે આજના યુગની વિદેશી બ્રાન્ડની ફેશને આપણી ઉગતી પેઢીની માનસિકતા બદલી નાખી છે.

આપણો દેશ જેનો ઋણી છે એ કવિ પ્રદિપજીએ એવો કટાક્ષ કર્યો જ હતો કે, ‘દેખ તેરે સંસાર કી હાલત કયા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ભગવાન !… ચાંદ ન બદલા, સૂરજ ન બદલા ન બદલા આસમાન, કિતના બદલ ગયા ઈન્સાન !’

નવી પેઢી અને ઉગતી પેઢી તરફ આ ઈશારો છે…

હવે નવી પેઢી કેવી ઉગશે તે જોવાનું રહે છે ! એના ઉપરા આપણા દેશની આવતીકાલનો, એટલે કે ભવિષ્યનો આધાર રહેવાનો છે.

આપણા દેશનું હમણા સુધીનું સ્વ‚પ તો બેડોળ અને બિહામણુંજ છે. અને એમાં કશી જ ‘સારી વાટ’ હોવાની આશા દ્રષ્ટિગોચર થતી નથી!… એક એવો અભિપ્રાય છે કે, આપણા દેશમાં મંદિર સંસ્કૃતિનો પ્રભાવ વધ્યો છે. મંદિરોની સંખ્યામાં વધારો થતો રહ્યો હોવાનો સંતોષ થાય છે, પણ આપણે ત્યાં પાપાચાર મતિભ્રષ્ટતા , ભેળસેળ, બળાત્કારો, અનૈતિકતા અને દુષ્ટતાની દુર્ગંધ પણ વધ્યા કરી છે, અને મનુષ્યો વધુ મૂલ્યવાન બનવાને બદલે વધુને વધુ સસ્તા થતા રહ્યા છે.

અભ્યાસીઓ-ચિંતકો બેડધક અને લગીરે હિચકિચાટ વગર કહે છેકે રાજકારણના અપરાધીકરણની માત્રામાં અનેકગણો વધારો થવાને કારણે જ આપણા દેશમાં અનાચાર અને હલકટાઈનાં ચારે કોર એંઠવાસિયાં તેમજ ઉકરડા ફેલાતા રહ્યા છે. જયાં સુધી આ પ્રકારની રાવણશાહી નહિ અટકે, રાજકારણનાં અપરાધીકરણનાં સ્વ‚પ વધુ કદ‚પાં થતાં અને વધુને વધુ વણસતા નહિ અટકે ત્યાં સુધી ‘ન્યુ ઈન્ડીઆ’ અને સ્વચ્છ-સ્માર્ટ ભારત જોજનો દૂરને દૂર રહેશે…

અહી બીજી વાત ખાસ ધ્યાનમાં લેવાની રહે છે કે, આપણો દેશ ખેતી પ્રધાન છે, કૃષિ આધાર છે, ગામડાઓમાં પથરાયેલો છે. ગામડાઓ ભાંગીતૂટીને સંસ્કૃતિ શૂન્ય શહેરો બને એનાથી અને ગામડાઓનાં હૃદયસમા ચોરાઓ હાડપિંજરમાં ફેરવાઈને મુંબઈ-દિલ્હીની નિષ્પ્રાણા મહેલાતો સમા મદિરોમાં ફેરવાય એની રાહ જોવાય તો એનાથી જ આપણો દેશ તથા એની સવા અબજ જેટલી પ્રજાને એમની કલ્પનાનું રામરાજય નહિ સાંપડે !

ખેતીની સાથે પ્રત્યેક ગ્રામ્યજનોનાં ઘર-મકાન-ઝુંપડાં કસ્બાઓમાં નાના નાના ઉદ્યોગે ગૃહઉદ્યોગ, કુટિર ઉદ્યોગો ધમધમતા થશે તથા સમાન માનવ ગૌરવનો મંત્ર બનીને અખંડ -અવિચળ લહેરાતો રહે એ વખતે જ રામરાજયનાં સૂરજ, ચંદ્રમા ઉગતા-પ્રકાશતા થઈ જશે.

એમ કહ્યા વિના છૂટકો નથી કે ગ્રામોધ્ધાર વિના આ દેશમાં ગોકુલ-વૃંદાવનો શકય નહિ બને!

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રુપ અમેરિકામાં ઉછરીને અને ભારતની ભૂમિ પર, ભારતના સમૃધ્ધિ તેમજ સત્તાધીશ લોકો સાથે બે ત્રણ દિવસ ફરીને, બાદશાહી જાહોજલાલી માણીને અને એમની વાતો સાંભળીને આ બધાંનો ખ્યાલ ન જ પામી શકે…

હજારો કરોડો ડોલરની વિવિધ સ્વ‚પની સહાય ન ગંગા, ન જમુના ન દ્વારકા ન સોમનાથ, ન ગંગોત્રી, ન જમુનોત્રી, ન તાજમહાલ, ન વેદિક સંસ્કૃતિ, ન પ્રજાકીય ઉત્સાહ-ઉમંગના ઘોડાપૂર કે ન નંદનવન સર્જી આપી શકે !

અમેરિકા અને હિન્દુસ્તાનની તાસીર એક નથી, ને એક ન હોઈ શકે… અમેરિકા અને હિન્દુસ્તાનની સંસ્કૃતિઓ અને સંસ્કાર પણ એક સરખા નથી.

હવે એ જોવાનું છે કે, આ બે દેશનાં કેટલાં પ્રમાણમાં ‚પાંતર થાય છે, અને એમની વિદેશ નીતિઓ કેટલે અંશે બદલે છે અને ભારતને એનાથી કેટલો તથા કેવો લાભ થાય છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.