Abtak Media Google News

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી જૂનાગઢ આર.આર.સેલના સ્ટાફે ચોરવાડમાં જુગારનો દરોડો પાડયો

રૂ૧૨.૬૦ લાખના મુદામાલ સાથે ૪૩ શખ્સોની ધરપકડ

જુનાગઢ જિલ્લાના ચોરવાડ ગામે મરઘી ફાર્મની આડમાં ચાલતા જુગાર ધામ પર સ્થાનિક પોલીસને અંધારામા રાખી રેન્જ સાઈબર ક્રાઈમ સેલે દરોડો પાડી, રૂ. ૪.૭૧ લાખની રોકડ રકમ સહિત કુલ રૂ. ૧૨.૬૦ લાખના મુદ્દામાલ સાથે ૩૯ જુગારીઓને ઝડપી પાડતા પોલીસ બેડામાં ચહલ પહલ મચી જવા પામી છે તો જિલ્લા ભરના જુગારીઓમાં ખડભડાટ મચી જવા પામ્યો છે.

જુનાગઢ રેન્જ આઇજી. મનિંદરસિંહ પવારની સૂચના અને માર્ગદર્શન મુજબ રેન્જ સાયબર ક્રાઇમ સેલના પીએસઆઇ બી.એ. રામાણી તથા સ્ટાફના જે.પી. મેતા, સંજયભાઈ, ગીરુભા, પદુભાઈ, ભૂપતસિંહ, મુકેશભાઈ, મયુરભાઈ, ભૂમિતભાઈ, ભરતભાઈ અને સાગરભાઇ બાતમીના આધારે જુનાગઢ જિલ્લાના ચોરવાડ ગામે બંદર રોડ પર

સ્મશાન પાસે આવેલ દેવશીભાઈ કાળા ભાઈ ચુડાસમાના બંધ પડેલ મરઘા ઉછેર કેન્દ્રમાં અશોક કરશનભાઈ ચુડાસમા દ્વારા ચાલતા જુગાર ધામ ઉપર જૂનાગઢ રેન્જ સાઈબર ક્રાઈમ સેલે વહેલી સવારે ત્રાટકી, રોકડા રૂપિયા ૪,૭૧,૪૮૦, ૨૪ મોટર સાઈકલ, ૧ પ્યાગીયો રીક્ષા, ૪૪ મોબાઈલ મળી કુલ રૂ. ૧૨,૬૦,૬૮૦નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધામના સંચાલકના માણસો ભરત લખમણભાઇ પંડિત, અશોક મેરામણભાઇ વાઢેર, મિતેશ મનસુખભાઈ તેજાણી, મુસ્તાક મહમદશા બાનવા અને હનીફ ઇબ્રાહીમભાઇ સહિત ૩૯ જુગારીઓને પકડી પાડયા હતા.

1.Monday 2 1

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લાના ચોરવાડના બંદર રોડ ઉપર અશોક કરસનભાઈ ચુડાસમા દ્વારા દેવજીભાઈ કાળાભાઈ ચુડાસમાના બંધ પડેલા મરઘા ઉછેર કેન્દ્રમાં આ જુગારધામ ધમધમતું હોવાની બાતમી મળતા જૂનાગઢ રેન્જ સાગબારા ક્રાઈમ સેલ દ્વારા આજે વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો, ત્યારે આ જુગાર ધામમાં ત્રણ ફિલ્ડમાં હાજર વરલી ચાલુ હતી અને જુગારધામના સંચાલક અશોકના પાંચ માણસો દ્વારા આ જુગાર રમાડાય રહ્યો હતો, ત્યારે ૩૯ જુગારીઓને પકડી પાડી, રૂ. ૧૨,૬૦,૬૮૦ નો મુદ્દામાલ પણ કબજે લેવાયો હતો, જોકે દરોડા દરમિયાન ફારૂક પીડપીડ અને કાદર પિડપિડ નાસી ગયા હતા તેમની સામે પણ જુગાર ધારા અંતર્ગત પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જુનાગઢ રેન્જ સાઈબર ક્રાઈમ સેલ દ્વારા સ્થાનિક પોલીસને અંધારામાં રાખી આ મોટો જુગારધામ પકડી પાડતાં પોલીસ બેડામાં ચહલપહલ મચી જવા પામી છે, તો જુગારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દરમિયાન ચોરવાડમાં ચાલતી ચર્ચા મુજબ જુગારધામમાં એક મોટા રાજકીય નેતા ના અંગત માણસો પણ પકડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.