Abtak Media Google News

પ્રવર્તમાન સમય વિશ્ર્વરભરમાં કોરોના સામેની લડાઇ લડી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્ર્વની નજર ભારતની રણનીતી ઉપર છે. વિશ્ર્વ આરોગ્ય સંગઠને પણ જણાવેલ કે ભારત કોરોના મહામારી સામે લડી બતાવશે. ભારત વિશ્ર્વનો ૭૦ ટકા હાઇડ્રોકસી કલોરોકિવનનું ઉત્પાદન કરે છે. અમેરીકાના ટ્રમ્પ સહિત વિશ્ર્વના ૩૦ થી વધુ દેશો હવે ભારત પાસે કોવિડ-૧૯ સામે લડા લડવા આ દવાની માંગણી કરી રહ્યું છે. દેશની જાણીતી દવા બનાવતી કંપની ઇપ્કા લેબોરેટરી, ઝાયડસ કેડિલા અને વોલેસ ફાર્મા જેવી ત્રણ મોટી કંપનીઓ તેનું ઉત્પાદન કરે છે. કોરોનાની મહામારી ત્રીજા વિશ્ર્વ યુઘ્ધ સમાન છે પ્રથમ બે વિશ્ર્વયુઘ્ધ ફિઝીકલ  લડાયા હતા. હવે જૈવીક હથિયારથી લડાયા છે.

Knowledge Corner Logo 4 5

ભારત ૩૦ દિવસમાં ૪૦ ટન એચ.સી.કયુ.નું ઉત્પાદન કરી શકે છે, એટલે કે ર૦૦ મિ.ગ્રામની ર૦ કરોડ ગોળીઓ એપ્રીલમાં વિશ્ર્વના દરેક કોવિડ-૧૯ અસરગ્રસ્ત દેશને સપ્લાય કરવા સક્ષમ છે. અને હા ભારત માટે પૂરતા પ્રમાણ કરતાં પણ વધારે અનામત જથ્થો રાખેલ છે.

આ દવાના ઇતિહાસ પર નજર કરીએ તો ભારત એક સમયે વિશ્ર્વની મેેલેરીયાની રાજધાની હોવાથી આપણે તેની ઉત્પાદન ક્ષમતા વિકસાવી હતી, અને આજે પણ તેને ટકાવી રાખી છે, દરેક કોવિડ-૧૯ ના દર્દીને સંપૂર્ણ કોર્ષ માટે માત્ર ૧૪ ગોળીની જ‚ર પડે છે, તેથી વિશ્ર્વના આજની તારીખે પોઝીટીવ આવેલ તમામ દર્દીને સારવાર આપી શકે તેવી સક્ષમતા ભારત ધરાવે છે. જે આપણે દેશ ફકત ૩૦ દિવસમાં ઉત્પાદન કરી શકે એમ છે.

ગયા વર્ષે ભારતે ૬.૬ અબજ ડોલરની એચ.સી.કર્યુ અને તેનાથી સંબંધિત ફોર્મ્યુલેશનની નિકાસ કરી હતી વળી કટોકટી દરમ્યાન તેમનાં ઉત્પાદનમાં વધારો પણ કરી શકાય છે. આમ જોઇએ તો ભારત તેની સપ્લાયથી આખા બ્રહ્માંડની સારવાર કરી શકે એમ છે !હાઇડ્રોકસી કલોરોકિવનને ૧૯૫૫ માં યુ.એસ. માં તબીબ ઉપયોગ માટે મંજુરી અપાય હતી. તે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની આવશ્યક દવાની સૂચિમાં પણ છે. આરોગ્ય પ્રણાલીમાં જ‚રી સલામત અને સૌથી અસરકારક દવામાં તેની ગણના થાય છે.

કલોરોકવિનની શોધ ૧૯૩૪માંબાયર પ્રયોગશાળામાં હૈસ એડસર્ગ તથા તેની ટીમે કરી હતી. આ શોધ કે તેનું નામ ‘રેસોચિન’આપેલ હતું. દશ વર્ષ સુધીનો આને નજર અંદાજ કરાઇ પછીના વર્ષોમાં ‚ચિ પેદા થતાં એન્ટીમૈરલિયલ ડ્રગ ડેવલપમેંટ માટે અમલમાં મુકતા નિદાન પરિક્ષણોમાં અસમાન‚પથી જોવા મળવા લાગી. કલોરોકિવન દવા એન્ટીમેરિયલ દવાના રુપમાં ચિકિત્સામાં મહત્વપૂર્ણ બની ૧૯૪૭માં તેને મેલેરિયાના રોગ ઉપચારમાં સામેલ કરવામાં આવી હતી.કલોરોકિવન ગોળી સ્વ‚પમાં ફોસ્ફેટ, સલ્ફેટ, અને હાઇડ્રોકલોરાઇડના મિશ્રણમાં આવેછે. તેમના બ્રાંડ નામના કલોરોકિવન, રેસોચીન, ડાઉકિવન, લારીગો, એફએનએ જેવા ચલણમાં હતા.

કોરોના વાઇરસથી મુકિત મેળવવાના ત્રણ રસ્તા હોય શકે છે. (૧) રસી (ર) ચેપ સામે લડવા લોકોની રોગ પ્રતિકારક શકિત વધે (૩) હમેશને માટે આપણું રહન સહન અને સોસાયટી બદલી નાખીએ આ એ રસ્તો છે જેનાથી વાયરસને ફેલાતો અટકાવી શકાય છે. રસી બનવામાં વરસ દોઢ વરસનો સમય લાગી શકે છે.

ઘરમાં રહો….. સુરક્ષિત રહો…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.