Abtak Media Google News

દુનિયામાં ચિત્ર-વિચિત્ર પ્રાણીઓ વચ્ચે જંગલમાં રહેતા શાકાહારી પ્રાણી જિરાફ હરહમેશ ચર્ચામાં રહે છે. તેની મુખ્ય વિશિષ્ટતામાં તેની લાંબી ડોક, લાંબા પગ, નાના શીંગ-કાન અને ટુંકી પૂછ સાથે શરીર પરનાં આકર્ષક ધબ્બા સાથે બે વચ્ચેની જગ્યામાં સફેદ લાઇન આકર્ષણ જમાવે છે.

Advertisement

Knowledge Corner Logo 4 7

જિરાફ એ આફ્રિકાના જંગલોમાં રહેનારૂ  પ્રાણી છે. તેની ઊંચાઇને કારણે વૃક્ષો ઉપરથી તે આસાનાથી ખોરાક ખાય શકે છે. જિરાફની વિવિધ પ્રજાતિઓ છે, પણ અત્યારે આઠ પ્રજાતિ વિશેષરૂ પથી જોવા મળે છે. વિવિધ શોધ સંશોધનથી ખબર પડી કે તેની સાત પ્રજાતિ લુપ્ત થઇ ગઇ છે. તે દક્ષિણ આફ્રિકા પૂર્વમાં નાઇઝીરીયાથી સોમાલીયા સુધી ફેલાયેલા જોવા મળે છે. તે ખાસ કરીને સવાના અને વુડલેડસના જંગલોમાં નિવાસ કરતાં જોવા મળે છે.

તેમનો મુખ્ય ખોરાક શાકાહારી હોય છે, જેમાં ઝાડના પાન, ફળ, નાનકડા છોડના ફુલ મુખ્યત્વે હોય છે. તેનો શિકાર સિંહ, વાંદરાઓ, ચટ્ટાપટ્ટાવાળા હાઇના અને જંગલી કૂતરાઓ કરે છે. માદા જિરાફ તેના સંતાનો સાથે કુંવારા જિરાફના ઝુઁડ સાથે રહે છે. જે મોટા છે તે મોટાના જાુથમાં જોવા મળે છે. બે નર વચ્ચે થતીલડાઇના અંતે વિજયી જિરાફનો માદા ઉપર હક બને છે. તેના આગળ-પાછળના લાંબા પાતળા પગ લગભગ સરખી ઉંચાઇના હોય છે તે ખુબ જ ઝડપથી દોડી શકે છે. તેના પાછલા પગની તાકાત ખુબ જ હોવાથી શિકારીને તેનો ડર હંમેશા રહે છે. ઘણી વાર તેના પગની થપાટથી સિંહનું મૃત્યુ થયું હોય તેવું પણ જાણવા મળ્યું છે. તે લડાઇમાં તેની લાંબી ડોકનો સરસ ઉપયોગ કરે છે. તેના અજીબો ગરીબ દેખાવને કારણે તે ચિત્રો, પુસ્તકો, કાર્ટુનમાં વધુ જોવા મળી રહ્યા છે. ૨૦૧૦ ની ગણતરી પ્રમાણે એકાદ લાખ તેની સંખ્યા સાથે બે હજાર જેટલા પ્રાણી ઘરમાં જોવા મળે છે.

અત્યારનાં જિરાફને મુળરૂ પમાં ૧૭૫૮ માં કાર્લ લિનિયસ દ્વારા એક પ્રજાતિ તરીકે વર્ગિકૃત કરવામાં આવેલ હતું તેને આનું નામ સેવર્સ કૈમલોપાર્ડાલિસ આપ્યું હતું. બાદમાં મોર્ટન થ્રેન બ્રુનિચે વર્ગીકૃત કરીને ૧૭૭રમાં જિરાફ નામ આપવામાં આવ્યું હતું. માદા જિરાફ ઉભા ઉભા જ બચ્ચાને જન્મ આપે છે ત્યારે તે બચ્ચુ આઠ ફૂટ ઉપરથી જમીન ઉપર પડે છે અને થોડીવાર માં જ પોતે પોતાની રીતે ઉભુ થઇને ચાલવા માંડે છે. દુનિયામાં જિરાફ એક જ આટલે ઊંચેથી બાળજિરાફને જન્મ આપે છે.

પૂર્ણ વિકસિત જિરાફ અંદાજે ૧પ ફુટ ઊંચુ હોય છે જેમાં નર માદાથી વધારે લાંબો હોય છે. એક રેકોર્ડ મુજબ ૧૯.૩ ફૂટનું જિરાફ દુનિયામાં સૌથી ઊંચા પ્રાણી તરીકે આફ્રિકાના જંગલોમાં જોવા મળેલ હતું. તેનું અંદાજે વજન ૧૨૦૦ કિલો જોવા મળે છે તેની લાંબી ડોક હોવા છતાં તેનું શરીર અપેક્ષા કરતા નાનું હોય છે. માથાના બન્ને સાઇડ મોટી આંખ હોય છે જે તે ઉંચાઇથી બધુ જોવામાં સરળતા કરે છે. તે ઉપરથી ચારે બાજુ નજર કરી શકે છે ને શિકારીથી બચવા પણ કાર્યમાં લે છે તેની સાંભળવાની અને સુંઘવાની શકિત ખુબ જ તેજ હોય છે. નાના કિડી જેવા જીવાતોથી બચવા તે માંશપેશીઓને બંધ કરી શકે છે.

તેની જીભ ૧૮ ઇંચ લાંબી હોય છે. તે રીંગણી કલરની હોય છે. પાંદડામાં કાંટાથી બચવા ઉપરના હોઠ અને વાળમાં તે કવર થઇ જાય તેવી કુદરતી કરામત આ જાનવરમાં છે, જેથી જીભ અને મોઢું ઢંકાઇ જાય ને નુકશાન થાય. તેના શરીર ઉપર કાળા પેચ હોય છે. બચ્ચાને તેની માતાના પેર્ટન પ્રમાણે કેટલાક સ્પોટ વિરાસતમાં મળે છે.તેની ૩ ફુટથી મોટી પુછડી ઘાટા રંગના ગુચ્છામાં ઢંકાયેલી હોય છે. જે તેને કીડોથી બચાવે છે. તે ૪ થી ૬ કલાક ઊંઘ લે છે. પાણી પીવા માટે આગળના પગ ફેલાવીને ગોઠણથી વાળીને નીચે નમે છે. તેને લાંબા પગ હોવાથી પાણીમાં તરવાની મુશ્કેલી પડે છે. તેની ડોક ૭ થી ૮ ફુટ લાંબી હોય છે.

તેની લાંબી ડોક તેને લડાઇમાં માદા સાથે પ્રેમાલાપમાં ઘણી જ કામ આવે છે. અન્ય પ્રાણીઓની તુલનામાં તેના શરીરનાં આકારને કારણે સંવજન કાળમાં તેને અનુરુપ તે પ્રક્રિયા કરે છે. શિકારી પણ તેના પગની સામે આવવાની હિંમત કયારેય કરતાં નથી, કારણ કે તેમાં ઘણી તાકાત ઝડપથી હોવાથી તેની થપાટ માત્રથી શિકારીનું મોત થઇ શકે એમ હોય તે ચિવટ રાખે છે.

દુનિયાનાં સૌથી ઊંચા પ્રાણી જિરાફ

સ્વભાવે શાંત હોય છે, પ્રાણી ઘરોમાં તેને

જોવાની બાળકોને ખુબ જ મઝા પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.