Abtak Media Google News

પાક ટીવીએ જમ્મુ-કાશ્મીરના ખાસ બુલેટીન શરૂ કર્યા

પાકે. ફરી અવળચંડાઈ બતાવી છે. ભારતે શરૂ કરેલા જમ્મુ-કાશ્મીરના હવામાનના સમાચારના પગલે પાક ટીવીએ જમ્મુ-કાશ્મીરનાંં હવામાનના સમાચાર શરૂ  કર્યા છે. જમ્મુ-કાશ્મીરના સ્વાયત દરજજાને ખતમ કરતી બંધારણની કલમ ૩૭૦ દુર કરી કેન્દ્ર સરકારે રાજયના વિકાસ માટે અવરોધરૂ પ બનતા ખાસ દરજજોને સમાપ્ત કરી જમ્મુ-કાશ્મીરનું મુખ્ય પ્રવાહમાં સામેલ કરી કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં સરકારે દાખવેલી હિંમતનાં પગલે અલગતાવાદી તત્વો કાશ્મીરમાં સંપૂર્ણ નિષ્ફળ છે પરંતુ હજુ જાણે કે પાકિસ્તાને કાશ્મીર આલાપ બંધના કર્યું હોય તેમ પાકિસ્તાન માધ્યમોએ જમ્મુ-કાશ્મીરનાં હવામાન સમાચાર આપવાનું શરૂ  કર્યું છે.

રવિવારે પાકિસ્તાનના સરકારી વિડીયોએ ભારતે શરૂ કરેલા પાક કબજાગ્રસ્ત કાશ્મીરના હવામાન સમાચારના બીજા દિવસે જમ્મુ-કાશ્મીરનાં હવામાન સમાચાર શરૂ  કર્યા છે. પાકિસ્તાનના સરકારી રેડિયો પાકિસ્તાને રવિવારે આપેલા હવામાન સમાચારમાં રાજયના મોટાભાગના વિસ્તારોમાં વાદળીયુ વાતાવરણ અને વરસાદની સંભાવનાના સમાચાર જારી કર્યા હતા સાથે સાથે શ્રીનગર, પુલવામાં, જમ્મુ અને લદાખના મહતમ અને લઘુતમ તાપમાનના આંકડા જારી કર્યા હતા. રેડિયો પાકિસ્તાને કાશ્મીર પર ખાસ કવરેજ કાર્યક્રમ પ્રસારિત કરી જમ્મુ-કાશ્મીરમાંથી સમાચારો મેળવી વેબપેજ ઉપર મુકયા હતા. પાકિસ્તાન ટેલિવિઝન સ્પેશિયલ બુલેટીન કાશ્મીર અને ખીણ વિસ્તાર માટે શરૂ  કર્યું હતું. ભારતના મીડિયાએ પાક કબજાગ્રસ્ત કાશ્મીરના હવામાન સમાચાર શરૂ  કરતા પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના સમાચારોનું વિસ્તાર વધાર્યું હતું. પાકિસ્તાને શુક્રવારે જ ભારતે પાક કબજાગ્રસ્ત કાશ્મીરના વિરપુર, મુજફરાબાદ અને ગીરગીટ વિસ્તારનાં સમાચારોનું વિરોધ નોંધાવી પોકની બદલાતી પરિસ્થિતિ રોકવા મથામણના ભાગરૂ પે વિરોધ નોંધાવ્યો હતો.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતે કથિત નકશો બનાવીને સંયુકત રાષ્ટ્રસંઘના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ભારતે નવેમ્બર મહિનામાં પાક કબજો કબજાગ્રસ્ત કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના ભાગો અને ગીલગીટ બાલકિસ્તાનને લદાખનો હિસ્સો દર્શાવતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું. કાશ્મીર મુદ્દે ભારતના બંધારણીય પગલાઓ એક પરાક્રમી દષ્ટિ સામે પાકિસ્તાન સાવ નિષ્ફળ પુરવાર થયું છે ત્યારે જમ્મુ-કાશ્મીર મુદ્દે હાથ ઘસતું રહી ગયેલ પાકિસ્તાન હવે હવાતિયા મારી રહ્યું છે. ભારતે પાક કબજાગ્રસ્ત કાશ્મીરના હવામાન સમાચારનું પ્રસારણ શરૂ  કરતાની સાથે જ પાકિસ્તાને પણ જમ્મુ-કાશ્મીરના હવામાન સમાચારનું પ્રસારણ શરૂ  કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.