Abtak Media Google News

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં આજરોજ શુક્રવારથી ચણાની ખરીદીનો પ્રારંભ થશે.જેમાં મોરબી, માળીયા(મી.), વાંકાનેર, ટંકારામાં રજીસ્ટ્રેશન કરાયેલા ૫૫૦૦ ખેડૂતોના ચણાની સરકાર દ્વારા ખરીદી કરાશે.આવતીકાલ સવારથી ચણાની ખરીદી માટે તબક્કાવાર ખેડૂતોને બોલાવામા આવશે

લોકડાઉન-૩ માં છૂટછાટને પગલે ખડુતોને ઘરમાં પડેલી જણસીઓના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે મોરબીનું માર્કેટીંગ યાર્ડ ધમધમતું કરવામાં આવ્યું છે. જોકે પહેલા ખેડુતોની જણસીઓની નોંધણી થયા બાદ મોરબીના માર્કેટીંગ યાર્ડને શરૂ કરવામાં આવ્યું હતું અને ઘઉંની ખરીદી કરવામાં આવી હતી ત્યારે હવે મોરબીના માર્કેટીંગ યાર્ડમાં ચણાની ખરીદી શરૂ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જેમાં આવતીકાલથી મોરબી માર્કેટિંગ યાર્ડમાં ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. જેમાં મોરબી, ટંકારા, માળીયા, વાંકાનેર તાલુકાના ૫૫૦૦ જેટલા ખેડૂતોએ અત્યાર સુધીમાં નોંધણી કરાવી છે.આ રજીસ્ટ્રેશન કરાયેલા ૫૫૦૦ ખેડૂતોના ચણાની સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.ચણાની ખરીદીનો રૂ. ૭૦૦ થી ૭૨૫નો બજારભાવ છે.જેની સામે સામે સરકાર દ્વારા રૂ.૯૭૫ ના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે. આ ભાવ જાહેર થતા ખેડૂતોને સીધો લાભ થશે.

આ બાબતે મોરબી માકેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવિયાએ જણાવ્યું હતું કે આવતીકાલ સવારથી ચણાની ખરીદી માટે તબક્કાવાર ખેડૂતોને બોલાવવામાં આવશે.જોકે ટેકાના ભાવે ચણાની ખરીદી માટે ગત માર્ચ મહિનામાં ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયા બાદ હવે આવતીકાલથી ચણાની ખરીદી શરૂ થશે.ફોન કરીને ખેડૂતોને બોલાવવામાં આવશે.એક ખેડૂત દીઠ વધુમાં વધુ ૨૫૦૦ કિલો ચણાની ખરીદી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.