Abtak Media Google News

નંબર પ્લેટના છેલ્લા આંકડા મુજબ ફિટનેસ કેમ્પ માટેની તારીખ જાહેર કરાઇ

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ લોકડાઉન બાદ રાજ્ય સરકારના ગૃહ વિભાગ તથા સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સરકારી કચેરીઓનું કામકાજ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતની તમામ આર.ટી.ઓ. કાલથી શરૂ કરવામાં આવનાર છે. આ માટે આર.ટી.ઓ. ખાતે આવતા અરજદારો તથા કર્મચારીઓને કોરોના વાયરસનું સંક્રમણ થાય નહી તેમજ આર.ટી.ઓ. ખાતે નાગરિક સેવાઓને વધારે વ્યવસાયલક્ષી બનાવવા સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈ તે મુજબ જરૂરી સોશીયલ ડીસ્ટન્સ જળવાય આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ કચેરીઓને કાર્યરત કરવામાં આવશે.

જૂન માસ દરમિયાન ફિટનેશ માટે આવતા વાહનો પૈકી જે વાહનોની નંબર પ્લેટના છેલ્લા આંકડાનો નંબર ૧ અને ૨ હોય તેમણે તા. ૮, ૧૫ અને ૨૨ જૂનના રોજ, જે વાહનોની નંબર પ્લેટના છેલ્લા આંકડાનો નંબર ૩ અને ૪ હોય તેમણે તા. ૯, ૧૬ અને ૨૩ જૂનના રોજ, જે વાહનોની નંબર પ્લેટના છેલ્લા આંકડાનો નંબર ૫ અને ૬ હોય તેમણે તા. ૧૦, ૧૭ અને ૨૪ જૂનના રોજ, જે વાહનોની નંબર પ્લેટના છેલ્લા આંકડાનો નંબર ૭ અને ૮ હોય તેમણે તા. ૧૧, ૧૮ અને ૨૫ જૂનના રોજ તેમજ જે વાહનોની નંબર પ્લેટના છેલ્લા આંકડાનો નંબર ૯ અને ૦ હોય તેમણે તા. ૧૨, ૧૯ અને ૨૬ જૂનના રોજ ફિટનેશ કેમ્પમાં આવવાનું રહેશે.

વધુમાં સબંધિત આર.ટી.ઓ. ખાતે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સારૂં સોશીયલ ડીસ્ટંસીંગ જળવાય, કચેરીમાં સ્વચ્છતા જાળવવાની સાથે એપોઈમેન્ટ પધ્ધતિ, ઓનલાઈન પેમેન્ટ તેમજ ફિટનેશની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવેલ છે.

આમ છતાં આર.ટી.ઓ.માં અરજદારોની ઈન્કવાયરી માટે લેન્ડ લાઈન ટેલીફોન તેમજ ઇન્કવાયરી વિન્ડો પણ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત આર.સી.બુક, ડ્રાઈવીંગ લાયસન્સ અને ફેસલેશ સેવાઓનું પણ સુપરવિઝન  મોનીટરીંગ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.