Abtak Media Google News

ઢીલાની વાડી વિસ્તારના ૩૫૦ થી વધુ રહેવાસીઓ મુશ્કેલીમાં:પાલિકાએ રજૂઆત માટે મહિલાઓ દોડી ગઈ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલમિલ પાછળ ઢીલાની વાડી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અપાતા નળના પાણીમાં ગટરના પાણી ભળી જતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે આજે આ વિસ્તારની મહિલાઓ રજૂઆત માટે પાલિકા કચેરીએ દોડી આવી હતી.  જાણવા મળતી વિગતો મુજબ પંચાસર રોડ પર ગીતા ઓઇલમિલ પાછળ ઢીલાની વાડી વિસ્તારમાં ૫૦ થી વધુ મકાન આવેલા છે અને અહીં ૩૫૦ થી વધુ લોકો વસવાટ કરે છે. આ વિસ્તાર માં છેલ્લા કેટલાક દિવસથી નળમાં ગટરના પાણી ભળી જતા લોકોને પીવાના પાણી તેમજ વપરાશ માટેના પાણી ની સમસ્યા સર્જાતા આજે આ વિસ્તારની મહિલાઓ રજૂઆત માટે પાલિકા કચેરીએ દોડી આવી હતી.જો કે હંમેશ ની જેમ પાલિકા કચેરીમાં ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી મહિલાઓ દ્વારા ગટર જેવા પાણી ભરેલી બોટલ પાલિકાના સ્ટાફને અર્પણ કરી તાકીદે સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવા માંગ કરી હતી અન્યથા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.