Abtak Media Google News

કોલેજના પ્રિન્સિપાલ ડો. રામાણી, ડો. વિરંગ ઓઝા કેરિયર અંગે માર્ગદર્શન આપશે

લોકડાઉનના આ તબક્કામાં એસએલટીઆઇટી દ્વારા ફેસબૂકના માધ્યમથી વિવિધ અવનવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે કાલે સવારે ૧૦.૩૦ વાગ્યે રાજ્યના એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને અનુલક્ષીને ડિસ્કવરી ઓફ ડેસ્ટીની નામથી એક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. રામાણી, એસોસિએટ હેડ ડો. વિરંગ ઓઝા અને ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ ઓફિસર નિસર્ગ પોપટ દ્વારા એન્જિનિયરિંગ બાદ કેરિયર અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ પેનલ ડિસ્કશનના ત્રણેય તજજ્ઞો સાથે મુલાકાત અને પ્રશ્નોતરીનું સંચાલન કોલેજના પ્રો.ચેતસ ઓઝા દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમ દરેક વ્યક્તિ સંસ્થાના ફેસબૂક પેઇજ એસએલટીઆઇટી પરથી લાઈવ નિહાળી શકાશે. આ પૂર્વે પણ ગત બુધ અને ગુરુવારે એસએલટીઆઇટી દ્વારા એક ઓનલાઈન બે દિવસીય ટેલેન્ટ શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેને બહોળો પ્રતિસાદ મળેલ હતો. તે અગાઉ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIT  બોમ્બેના બે તજજ્ઞો સાથે બ્લેન્ડર કોર્સનું સ્કૂલના વિદ્યાર્થીઓ માટેનું સંસ્કરણ ઓનલાઈન શરૂ કરવામાં આવેલ હતું. અત્યાર સુધીમાં ૪ હજારથી પણ વધુ લોકોએ આ કાર્યક્રમોનો લાભ લીધો છે આમ કોલેજ દ્વારા લોકડાઉનમાં પણ વિદ્યાર્થીઓને સતત કંઈ ને કંઈ નવું આપવાનો પ્રયત્ન રહ્યો છે જેમા કોલેજની આઇસીટી ટીમનો મહતમ ફાળો રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.