Abtak Media Google News

ડો. સંજીવ શર્મા, ડો. કૌશલ કિશોરજી, ડો. વેદપ્રતાપ વેદિક, હિરેન કોટક કરશે વિસ્તૃત ચર્ચા

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા કોરોના અને સોશ્યલ ડિસ્ટન્સીંગના આ કપરા કાળમાં વિદ્યાર્થીઓના ઓનલાઇન શિક્ષણ ઉપરાંત સમાજમાં હકારાત્મકતા અને સદવિચારોના સિંચન માટે દર રવિવારે નિ:શુલ્ક ઓનલાઇન શ્રેણી જીનિયસ સંવાદનો પ્રારંભ કરાયો છે, જેમાં છેલ્લા ત્રણ રવિવા્રથી મહત્વના મુદ્દાઓ ઉપર જે-તે વિષયના અનુભવથી તજજ્ઞોને આમંત્રિત કરી તેમની સાથે ઓનલાઈન વાર્તાલાપનું આયોજન કરવામાં આવે છે. આ શ્રેણી અંતર્ગત જુન ૧૪, ૨૦૨૦ ને રવિવારના રોજ જીનિયસ સંવાદ વાર્તાલાપમાં રાષ્ટ્રનિતી કી સહિ પરિભાષા વિષય ઉપર પેનલ ડિસ્કશન કરવા દેશના ટોચના રાજનિતિજ્ઞો અને પત્રકારોને આમંત્રીત કરાયા છે. સંસ્થાના ચેરમેન શ્રી ડી. વી. મહેતાના જણાવ્યા અનુસાર આ રવિવારનુ સંવાદ સેશન ખુબ જ રસપ્રદ રહેશે.

આ જીનિયસ સંવાદ શ્રેણી અંતર્ગત કાલે તા.૧૪ જૂનને રવિવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે રાષ્ટ્રનિતી કી સહિ પરિભાષા વિષય ઉપર જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ પર અને જય સ્કૂલ અને જીનિયસ સ્કૂલના ફેસબુક પેજ પર લાઇવ પેનલ ડિસ્કશનનું અયોજન કરવામાં આવ્યુ છે. આ સંવાદમાં ભાગ લેનાર મહાનુભાવોમાં બિહારની મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર તથા ઈન્ડિયન પોલીટીકલ સાયન્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી ડો. સંજીવ શર્મા, બનારસ હિંદુ યુનિવર્સીટીના ડીન ડો. કૌશલ કિશોરજી પીટીઆઇના ફાઉન્ડર તથા પોલિટિકલ એનાલિસ્ટ ડો. વેદપ્રતાપ વેદિક અને  આઇડીસીએના સભ્ય- ડિફેન્સ અને પોલીટીકલ એનાલીસ્ટ  હિરેન કોટક શામેલ થશે.

આ નિ:શુલ્ક ઓનલાઇન પેનલ ડિસ્કશનનો લાભ લોકો ઘરે બેસીને લઈ શકે છે. આ માટે જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અવાતો જીનિયસ ઇંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પર રવિવારને ૧૪ જુનના રોજ બપોરે ૧૨ કલાકે જોડાયને લઈ શકાશે. ઓનલાઈન સેશનના સફળ આયોજન ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં સંસની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.