Abtak Media Google News

અખિલ ભારતીય કોળી સમાજે ઘટના અંગે નોંધાવ્યો વિરોધ

કોળી સમાજના આગેવાન અને કોંગ્રેસના સીનીયર ધારાસભ્ય પૂજાભાઈ વંશને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરી માનસીક ત્રાસ આપવાના અપીલ ભારતીય કોળી સમાજે આક્ષેપ કર્યા છે. અને આ મામલે રાજયપાલને સંબોધીને મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું છે.

આવેદનમાં જણાવ્યું છેકે પુંજાભાઈ વંશ કોળી સમાજના લોકપ્રિય અને લોકલાડીલા નેતા છે.તેઓ છેલ્લા ૩૦ વર્ષથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે અને હાલ તેઓ ઉનાના ધારાસભ્ય તરીકે ફરજ બજાવે છે. હાલમાં રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તેઓને ખૂબજ મહત્વની જવાબદારી આપવામા આવેલ છે. તેઓ કોળી સમાજના ખૂબજ મહત્વના નેતા તરીકે સર્વકૃત આગેવાન હોવાથી તેમની આગવી છાપ છે. તેથી સરકારને તેઓની કાગીરીમાં અડચણ ઉભી કરાવી સરકાર પોલીસના માધ્યમથી આવા પ્રમાણીક અને નિષ્ઠાવાન આગેવાનને પરેશાન કરવા હીનકૃત કરી રહેલ સરકારની પ્રવૃત્તિને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.