Abtak Media Google News

તાજેતરમાં વિધાનસભામાં પર્શ્નોતરી દરમીયાન ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ દ્વારા ઉશ્કેરીજનક ગેરવર્તણુ કરતા અને અભદ્ર ઉચારણ કરતા ધમાલ મચી જવા પામી હતી ત્યારે સતાધારી શાસકો દ્વારા આ ભાજપના ધારાસભ્યને છાવરીને સતના જોરે વિરોધપક્ષના ધારાસભ્યોને દબાવવા હિંન પ્રયાસ કરવામાં આવેલ હોય જે લોકશાહી માટે શરમજનક બનતા કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપભાઈ દુધાત તથા અમરીશભાઈ ડેરને ગેરબંધારણીય રીતે ૩-વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો એક તરફી નિર્ણય કરાતા તેના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડેલ હોય જેના ભાગરૂપે આજે ગીર સોમનાથના કોંગ્રેસ અગ્રણીઓ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે  જીલ્લા કલેકટરશ્રીને આ સસ્પેશન તાત્કાલીક અસરથી પાછુ ખેચવા આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવેલ….

આ તકે કોંગ્રેસ અગ્રણીઓ કરશનભાઈ બારડ, ડી.બી.સોલંકી, ભગુભાઈ વાળા, પુંજાભાઈ વાળા, પરબતભાઈ વાળા તેમજ જીલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા જીલ્લા કલેકટરશ્રીને રજૂઆત કરેલ કે આ લોકશાહી માટે શરમજનક ઘટના ના  રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે આ એક તરફી અને ગેરબંધારણી રીતે કરેલ નિર્યણ પાછો ખેચવા ઉગ્ર રજૂઆત કરલ આ આગેવાનો દ્વારા વધુમાં જણાવેલ કે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા લોકોના પ્રાણપ્રશ્ને અસરકારક રજૂઆત કરવામાં આવે છે ત્યારે સતના જોરે તેમના અવાજને દબાવી દેવામાં આવી રહ્યો છે વિરોધપક્ષના ધારસભ્યોને લાંબા સમય સુધી ગૃહની બહાર રાખવામાં આવે અને અટકાવવામાં આવી રહ્યા છે જે લોકશાહી માટે કલંક રૂપ છે

આવી ઘટનાની અમો કડી નિંદા સાથે વખોડી કાઢીએ છીએ અને આ નિર્ણય પાછો ખેચવામાં આવે અને આ સમગ્ર ઘટના ના મુખ્ય જવાબદાર સુત્રધાર એવા ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી

આ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી તેમજ કાર્યકર્તાઓ વિશાળ સખ્યામાં જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.