Abtak Media Google News

ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. જમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સરક્યુલેશન ડેવલપ થયું છે.

જેની અસર આગામી 2થી 3 દિવસ પછી જોવા મળશે. જેથી આ અઠવાડિયામાં વરસાદી માહોલ રહેશે. આ સાથે છેલ્લા 24 કલાકમાં વીજળી પડતા કારણે બેના મોત નિપજ્યા છે.

આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામાં આવી છે. જ્યારે આ સિસ્ટમથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં પણ વધુ એક સાઇક્લોનિક સરક્યુલેશન ડેવલપ થયું છે. જેની અસર આગામી 2થી 3 દિવસ પછી જોવા મળશે. જેથી આ અઠવાડિયામાં વરસાદી માહોલ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.