Abtak Media Google News

હાલ કોરોના મહામારીના કપરા કાળમાં રાજય સરકારે જાહેર કરેલ આત્મનિર્ભર ગુજરાત યોજના પાર્ટ-ર ને રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક નિવેદનમાં આવકાર આપ્યો છે.

યોજનામાં નાના વેપારીઓ, મધ્યમ વર્ગના વ્યક્તિઓ, વ્યક્તિગત કારીગરો માટે રૃપિયા પ હજાર કરોડનું પેકેજ જાહેર કરી આફતના સમયમાં લોકોની પડખે આ ગુજરાત સરકાર અડીખમ ઉભી છે. આ યોજનામાં લોકોને રૃપિયા એક લાખથી લઈ રૃપિયા ર.પ૦ લાખ સુધીનું ધિરાણ મળશે. જેમાં લાભાર્થીઓએ વાર્ષિક વ્યાજ માત્ર ૪ ટકા ચૂકવવું પડશે, જ્યારે બાકીનું વાર્ષિક વ્યાજ ૪ ટકા રાજય સરકાર ભોગવશે. આ યોજનામાં મહત્ત્વની વાત એ છે કે, લાભાર્થીઓને છ: માસ સુધી કોઈપણ હપ્તો ભરવાનો નથી. ગુજરાત સરકારની આત્મનિર્ભર સહાય યોજના-ર માટે લાભાર્થીઓએ કોઈપણ સહકારી બેંકમાં ફોર્મ ભરી તા. ૩૦-૯-ર૦ર૦ સુધીમાં પરત કરવાનું રહેશે. અરજી કરનાર લાભાર્થીઓને તેમની પાત્રતાના આધારે સહકારી બેંકો દ્વારા નક્કી કરવામાં આવે તેટલું ધિરાણ મળી શકશે, ગુજરાત સરકાર રાજ્યના દરેક નાગરિકોની ચિંતા કરે છે અને આ કપરા સમયમાં દરેક પ્રકારની મદદ માટે કાર્યરત રહી પ્રજાહિતના નિર્ણયો જાહેર કરી રહ્યું છે ત્યારે જામનગરની જનતા વતી ફરી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત ગુજરાત સરકારને મહત્ત્વની યોજના જાહેર કરવા બદલ અભિનંદન આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.