Abtak Media Google News

પર્સન્ટાઈલ એટલે કોઇપણ વિદ્યાર્થી કેટલા ટકા વિદ્યાર્થીઓ કરતાં આગળ છે તે દર્શાવતો માપદંડ

વિષયની જુથ વાઇઝ ગણતરીને કારણે ઓછા- વધારે ગુણવાળા બંને છાત્રોના પી.આર. સરખા આવે

કોમ્પ્યુટર રાખેલ હોય તો પી.આર. ઓછા હોયને ટકા વધુ તો કોમ્પ્યુટર ન રાખેલ હોય તો ટકા ઓછા હોવા છતાં પી.આર. વધુ હોય શકે

પહેલા મેટ્રિકની પરીક્ષાનું વિશેષ મહત્વ હતું. પ૦ થી ૬૦ ટકા વાળા તો હોશિયાર વિઘાર્થી ગણાતા, હાયર સેકન્ડ કલાસ આવે તો જલ્વો પડી જતો હતો.પણ આજે ધો. ૧૦-૧ર ની સીસ્ટમ થતાં ધો.૧૧નું મહત્વ ધટી ગયું. બધા બોર્ડને ઘ્યાને લે છે. આજે તો ૯૫ ઉપરનાં પી.આર વાળા હજારો વિઘાર્થી જોવા મળે છે. શિક્ષણ વિભાગે નંબર પ્રથા રદ કરતા. પી.આર. નું ચલણ કર્યુ પણ આ પી.આર. શું છે? તે સમજવું અઘરું  છે.  તે છાત્રોનું વિસ્તવસ્તુ મૂલ્યાંકન છે,  જ્ઞાનનું માપદંડ નથી. તેના થકી વિદ્યાર્થી હોશિયાર કે નબળો છે તે જાણી ન શકાય.

વિષયની જાજુથ વાઇઝ ગણતરીને કારણે ઓછા વધારે ગુણવાળા બન્ને છાત્રોનાં પી.આર. સરખા આવે વિષયોમાં કોમ્પ્યુટર રાખેલ હોય તો પી.આર. ઓછાને ટકા વધુ આવે, તથા તે ન રાખ્યું હોય તો ટકા ઓછા થતાં પી.આર. વધુ હોય શકે ગ્રેડમાં જોઇએ તો ૯૦ અપ એ-૧ગ્રેડ, ૮૧ થી ૯૦ એ-ર ને ૭૧ થી ૮૦ બી-૧ ને બી-ર માં ૬૧ થી ૭૦ પી.આર.ની ગણતરી લેવાય છે.

એક ચોંકાવનારી વાત જાણવા મળી કે અમુક છાત્રો કોમ્પ્યુટર રાખવા માંગતા નથી. જો રાખે તો તેમના પી.આર. ઓછા આવે તેમ જણાવે છે. સામાન્ય રીતે ૯૯.૯૯ પી.આર આપણી ધારણા મુજબ બોર્ડમાં પ્રથમ નંબર હોય પણના આવું નથી. તેવા પી.આર. વાળા તો કેટલાય હોય છે.

પરસંટાઇલ એટલે પી.આર. તે શું છે, તેની ગણતરી કેમ થાય તે સમજવું જ‚રીછે.

પરસંટાઇલ  એટલે શું અને એ કેમ?

પરસંટાઇલ  એટલે કોઇપણ વિઘાર્થી કેટલા ટકા વિઘાર્થી કરતા આગળ છે, તે દર્શાવતું માપ

દા:ત.

ઉદાહરણ-૧:- ૧૦૦ વિઘાથીમાંથી પહેલા નંબરના વિઘાર્થીના માત્ર ૭૦ ટકા હોય છતાં પણ તે ૯૯ વિઘાર્થી કરતાં આગળ હોવાથી તેના પરસંટાઇલ ૯૯ થાય.

ઉદાહરણ-ર:- હવે ૧૦,૦૦૦ વિઘાર્થીમાંથી પહેલા નંબર લાવનાર વિઘાર્થીના માત્ર ૭૦ ટકા હોય છતાં પણ  તે ૯૯.૯૯ ટકા વિઘાર્થી કરતા આગળ હોવાથી તેના પરસંટાઇલ ૯૯.૯૯ થાય.

ઉદાહરણ-૩:- એટલે કે ર૦,૦૦૦ વિઘાર્થીઓમાં પહેલો અને બીજો નંબર ધરાવતા બન્ને વિઘાર્થીઓના પરસંટાઇલ ૯૯.૯૯ થયા.

ઉદાહરણ-૪:- ૩૦,૦૦૦ વિઘાર્થીઓમાંથી પહેલા ૩ વિઘાર્થીઓના પરસંટાઇલ ૯૯.૯૯ થાય.

ઉદાહરણ-પ:- ૨૦૧૯માં ગુજરાત બોર્ડમાં કુલ ૮,૨૨,૮૨૩ વિઘાર્થીઓએ પરીક્ષા આપી તો પહેલા ૮ર વિઘાર્થીઓ જેમના ટકા ગમે તે હોય પણ એમના પરસંટાઇલ ૯૯.૯૯ થાય

પરસંટાઇલ કેવી રીતે ગણાય?

તમે કેટલા વિઘાર્થી કરતા આગળ છો, તે સંખ્યા) + ૧૦ ટકા (કુલ કેટલા વિઘાર્થીઓએ પરીક્ષા આપી તે સંખ્યા) જે તે વિઘાર્થીના પરસંટાઇલ

શું ૯૯.૯૯ પરસંટાઇલ એટલે બોર્ડમાં પહેલો નંબર થાય?

ના, કારણ કે ઉદાહરણ-પ મુજબ આ વર્ષે એટલે કે ૨૦૧૯માં આખા ગુજરાતમાં ૮ર વિઘાર્થીઓના ૯૯.૯૯ પરસંટાઇલ છે. એમાં કોણ પહેલો અને કોણ બીજો એ કોઇને ખબર ન પડે.

તો પછી આ પરસંટાઇલનો ઉપયોગ કેમ કરાય છે?

ધારો કે, ગુજરાત બોર્ડમાં પહેલા નંબર વાળાના ૯૭ ટકા છે અને પ૦ માં નંબર વાળા ના ધારો કે ૯૫ ટકા છે.

અને ધારકો સી.બી.એસ.ઇ. બોર્ડમાં પહેલા નંબર વાળાના ધારોકે ૭૦ ટકા છે. તો શું સી.બી.એસ.ઇ. બોર્ડમાં પહેલા નંબરનો વિઘાર્થી ગુજરાત બોર્ડના પ૦માં નંબરના વિઘાર્થી કરતા નબળો કહેવાય? ના કયારેય નહિ.

એટલે જ એડમીશન વખતે ટકા નહિ પણ પરસંટાઇલ જોવાય જેમાં જેમાં ગુજરાત બોર્ડમાં ૫૦માં નંબરના વિઘાર્થીના કદાચ ૯૮.૧૩ પરસંટાઇલ થાય જયારે સી.બી.એસ.ઇ. બોર્ડમાં પહેલા નંબર ના વિઘાર્થી ના ૯૯.૯૯ પરસંટાઇલ થાય.

પી.આર. એક ભ્રામક આંકડો છેડો.ડી.કે. વાડોદરીયા – પંચશીલ સ્કૂલ

તે પરીક્ષા દરમ્યાન વિસ્તવસ્તુનું મુલ્યાંકન છે. તે કોઇ જ્ઞાનનું માપદંડ નથી. પી.આર. થકી વિદ્યાર્થી હોશિયાર કે નબળો છે તે જાણી ન શકાય.

વાલી-છાત્રોને માનસિક શાંતિ થાયભરત ગાજીપરા- સર્વોદય સ્કૂલ

પી.આર. સીસ્ટમ સારી છે. વાલી-છાત્રોને માનસિક શાંતિ થાય છે. બોર્ડમાં ક્રમ આપવાની પઘ્ધતિબંધ કરીને આ શ‚કરેલછે. ઘણાછાત્રોનેપી.આર. ૯૯.૯૯હોયછતાંતેબોર્ડફસ્ટહોતોનથી.

વાલી વિદ્યાર્થીને પી.આર. ગેરમાર્ગે દોરે છે: જતીન ભરાડ- ભરાડ સ્કૂલ

બોર્ડમાં ૧ થી ૧૦ નંબર ન આપવા સરખામણી ન થાય તે માટે પી.આર. સિસ્ટમ આવી પણ પહેલા જેવી ૮૦-૨૦ ટકા ની ગુજરાત બોર્ડને અન્ય બોર્ડ ની મેરીટ સીસ્ટમ લાવવાની જ‚રછે.

છાત્રોનું મોરલ ડાઉન ન થાય એટલી પી.આર. સિસ્ટમ આવી: અજય પટેલ- ન્યુ એરા સ્કૂલ

આ સીસ્ટમ મોરલ અપ માટે છે. બાકી તેનું મહત્વ નથી. છેલ્લે તો ટોટલ માર્ક જ ઘ્યાને લેવામાં આવે છે. અગાઉ છાત્રોમાં સુસાઇડ ના બનાવો – નંબરને કારણે જોવા મળતા આ પરસંટાઇલ રેન્ક આપવાની શ‚રૂઆત કરાય છે. બાકી તો ૯૯.૯૯ પી.આર. હોય તો પણ બોર્ડમાં ૧લો નંબર ન હોય શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.