Abtak Media Google News

મોટાપાયે કરી ટ્રેક જાળવણીની કામગીરી

ટ્રેનો હવે ૭૫ના બદલે ૧૦૦ કિ.મી. ઝડપે દોડશે તો પણ નહીં લાગે ‘ઝટકા’

હાલ લોકડાઉન બાદ અનલોક-૧ ચાલુ છે. અને ટ્રેનો પણ દોડતી નથી. ત્યારે રાજકોટ રેલવેએ આ સમયનો સદઉપયોગ કરી વિભાગમાં રેલવે ટ્રેકોની જાળવણી પાટા, સ્લીપર તથા હુક બદલવાની કામગીરી મોટા પાયે હાથ ધરી હતી.લવેએ આ કામગીરી હાથ ધરતા હવેથી ટ્રેનોને ૭૫ કિ.મી.ના બદલે ૧૦૦ કિમીની ઝડપે દોડાવી શકાશે આ ઉપરાંત ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને ‘ઝટકા’ પણ નહી લાગે દેશમાં હાલ કોરોનાના રોગચાળાને રોકવા લોકડાઉન અનલોક ચાલુ છે. એટલે રાજકોટ વિભાગમાં ટ્રેનોનું સંચાલન બંધ છે. રેલવેએ આ સમયનો સદઉપયોગ કરી અતિ મહત્વની એવી ટ્રેક જાળવણીની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરી છે. જુના પાટાતથા સ્લીપરને બદલવામાં આવી રહ્યા છે. જેથી મુસાફરો વધારે આરામદાયક અને સલામત મુસાફરી કરી શકે.

Pic 4

સુરેન્દ્રનગર રાજકોટ રેલવે વિભાગમાં ૭.૭ કિ.મી. જૂના પાટાની જગ્યાએ અતિ આધુનિક મશીનોની મદદથી નવા પાટા બિછાવવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર યાર્ડના બ્રિજ નં. ૪૭ ઉપર ૧૧ કલાક મોટા બ્લોક લઈ જૂના થઈ ગયેલા સ્લેબનું નવીનીકરણ કરવામાં આવ્યું હતુ આ કામગીરીથી અહીની ટ્રેનો હવે ૭૫ કીમી પ્રતિકલાકની ઝડપના બદલે ૧૦૦ કીમી પ્રતિકલાક ઝડપે દોડી શકશે.

અતિ આધુનિક પીકયુઆરએસ મશીનોની મદદથી ૨.૦૮ કિલોમીટરનાં ટ્રેક પર નવા પાટા તથા સ્લીપર બિછાવવામાં આવ્યા હતા.

Pic 2 2

યાત્રીઓને ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારના ઝટકા કે આંચકા ન લાગે એ માટે પાટાના સાંધા સરખા કરવામાં અવ્યા હતા. રાજકોટ વિભાગની મુખ્ય લાઈન પર પાંચ યાર્ડ બિલેશ્ર્વર, ખોરાણા, કણકોટ, અમરસર તથા સીંધાવદરમાં તથા ખંડમાં ૯.૫ કિ.મી.ના અંતરમાં એન્જીનીયરીંગ વિભાગ દ્વારા હેવીડયુટી મશીનોની મદદથી માટી ઉડી ખોદી નવી માટી નાખવામાં આવી હતી આથી રેલપથ વધુ સુરક્ષીત બન્યા છે. આ ઉપરાંત આ કામગીરીથી નીકળેલી ૨૦૦૦ કયુબીક મીટર માટી પહેલાથી બાજુમાં તૈયાર ટ્રેક પર પડેલી માલગાડીનાં ખાલી વેગનોમાં ભરી દેવામાં આવી છે. અ માટીનો ઉપયોગ ચોમાસા દરમિયાન જે જગ્યાએ ટ્રેક નજીક માટીનું ધોવાણ થશે એ જગ્યાએ ઉપયોગમાં લેવાશે. આ ઉપરાંત ૩ કિ.મી. લાંબા પાટાની બાજુમાં જ ચાલવાના રસ્તાની મરામત માટે પણ આ માટીનો ઉપયોગ કરાશે આ રીતે માટીના આ કામથી રેલવેને ૧૦ લાખ રૂપીયાની બચત થઈ છે.

Drm

રાજકોટ રેલવે વિભાગમાં ૧૭૬ કિલોમીટર રેલવે ટ્રેકનું અતિ આધુનિક મશીનથી પેકીંગ કરવામાં આવ્યું અને ૧૮૫૦૦ કયુબીક મીટર માટી બદલવામાં આવી જેથી મુસાફરી દરમિયાન કોઈ આંચકા ન આવે આધુનિક માશીનોની મદદથી ૬૦૬ કિ.મી. રેલવે ટ્રેકનું અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણ કરવામાં આવ્યું અને રેલવે ટ્રેકમાં જયાં પણ ખરાબી દેવાઈ ત્યાં ટ્રેક બદલવામાં આવ્યા હતા પાટાને કાટ ન લાગે એ માટે ૧૦ કિ.મી.ના ટ્રેકનું પેઈન્ટીંગ કરવામાં આવ્યું. ૧૨ કિ.મી.ના પાટા પર જૂના રેલ ફીટીંગ્સની જગ્યાએ નવા ફોર્ટીગ્સ લગાવવામાં આવ્યા છે.

રાજકોટ ડીવીઝનમાં આ મહત્વની કામગીરી રેલવે મેનેજર પરમેશ્ર્વર ફૂંકવાલના માર્ગદર્શન હેઠલ એન્જીનીયરીંગ વિભાગનાં વરિષ્ઠ એન્જીનીયર (સમન્વય) રાજકુમાર એસ. વિભાગીય એન્જીનીયર ઈન્દ્રજીત અને અંકિત કુમાર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.