Abtak Media Google News

ઉત્તરપ્રદેશની યોગી સરકાર વિદ્યાર્થીઓ પર ઓળઘોળ

ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષામાં ટોચના ૨૦-૨૦ વિદ્યાર્થીઓના નામની સડકનું નામકરણ કરાશે

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપ સરકારે ધો.૧૦ અને ૧૨ના બોર્ડ ટોપરને ‚રૂ.એક લાખ રોકડા,  લેપટોપ તથા ટોપરના ઘર સુધી પાકી સહક બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ટોપરના ઘર નજીકના વળાંકને ટોપરના નામ સાથે જોડવાની પણ જાહેરાત કરી છે.

ઉત્તરપ્રદેશમાં આજે ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના પરિણામો આજે જાહેર થયા ત્યારે યોગી આદિત્યનાથ સરકારના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે જણાવ્યું હતું કે, ધો.૧૦ અને ૧૨ના બોર્ડની પરીક્ષામાં ટોપ આવેલા ૨૦ તેજસ્વી છાત્રોના ઘર સુધીની પાકી સડકનું જાહેર બાંધકામ વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, યુપી પરીક્ષા બોર્ડના ટોપર ૨૦-૨૦ ઉપરાંત સીબીએસઈ, આઈસીએસઈ અને અન્ય બોર્ડના તેજસ્વી છાત્રોના ઘર સુધી પાકી સડક બનાવવામાં આવશે. આ ઉપરાંત તમામ ટોપર્સને એક-એક લાખ રોકડા તથા લેપટોપ આપશે.

ડે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે અને આગળની પરીક્ષાઓમાં પણ તેમનો જુસ્સો, મનોબળ જળવાઈ રહે તે માટે અમારી સરકારે આવું પ્રોત્સાહક પગલું લીધું છે.

આ અગાઉ કેશવપ્રસાદ મૌર્યે પ્રયાગરાજમાં અમર શહિદ ચંદ્રશેખર આઝાદ સર્કિટ હાઉસ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. સર્કિટ હાઉસના સભાગૃહમાં યોજાયેલા કાર્યક્રમમાં ૬૦૦ કરોડથી વિકાસ યોજનાઓનું ડિજીટલ પદ્ધતિથી લોકાર્પણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.