Abtak Media Google News

પ્રવેશ માટે શાળાએ જવાની જરૂર નહીં પડે

દિવ જિલ્લા વહીવટ દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સામાજિક અંતર જાળવી રાખવા માટે દિવ શિક્ષા વિભાગનો ઓન લાઈન  પ્રવેશ   પ્રક્રિયા શરૂ કરી છે.  આ રીતે વર્ગ ૯ અને ૧૧ તમામ સંસાધનો માટે પણ ઓન લાઈન એપ્લિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

વિશ્વવ્યાપી કોરોના મહામારીએ વિશ્વ નેઝોળી નાખ્યું છે .  આ સમયે અન્ય કારોબાર ની સાથે શિક્ષણ જગત પણ અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થાય છે.  બાળકોના ભવિષ્ય ને  કેન્દ્રમાં રાખીને  દદરા નગર હવેલી અને દમણ દિવ પ્રશાસક પ્રફુલ પટેલે વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવાનો  આદેશ આપ્યો છે.

આ અંતર્ગત દીવ વહીવટીતંત્રે ૧, ૯ અને ૧૧ ધોરણ માટે ઓનલાઇનપ્રવેશ  એપ્લિકેશન વ્યવસ્થા ચાલુ કરી છે.ઓન લાઈન પ્રવેશ પ્રક્રિયા કરતા પહેલા આ અંગેની સમજૂતી માટે ૦૨૮૭૫ ૨૯૬૦૦૫ આ નંબર ઉપર સંપર્ક કરી આ અંગેની માહિતી મેળવી શકાશે.

દીવ મા પણ ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે અને મોટાભાગના બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી અને તેનો લાભ લઇ રહ્યા છે. પ્રશાસક ના માર્ગદર્શનમાં તેમજ દીવ જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોના પરિણામ સ્વરૂપ   દીવ શિક્ષાક્ષેત્રમાં નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરી રહ્યું છે  આ અત્યંત ખુશી નો  વિષય છે કે આ વર્ષ મા દિવ.  ૧૦  અને ૧૨ના પરીક્ષાના કેન્દ્રમાં રાજ્યના ત્રણ જિલ્લાઓમાં ટોચનું સ્થાન લીધું છે.  બોર્ડની પરીક્ષામાં દિવે  સમગ્ર ગુજરાતમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

આ દિશામાં બાળકોને યોગ્ય સમયે પ્રવેશ  અને શિક્ષણ મળે તે માટે દીવ જિલ્લાના કલેક્ટર સલોનીરાયના  મર્યાદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે.  તે માટે એક લિંક તૈયાર કરવામાં આવી છે.  એજ્યુકેશન ઓફિસર દિલાવર મન્સૂરીએ જણાવ્યું છે કે ૦૨૮૭૫-૨૯૬૦૦૫ પર સંબંધિત લિંક્સની માહિતી મેળવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.