Abtak Media Google News

રાષ્ટ્રીય  કોન્ફરન્સમાં  સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. ગીરીશ ભીમાણી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે

અબતક,રાજકોટ

આંકડાશાસ્ત્ર ભવન , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી , રાજકોટ દ્વારા તા . 26 ફેબ્રુઆરી 2022 ના રોજ  યુંથ ઓફ આર્ટીફીશ્યલ ઈન્ટીલીજન્સ ઈન ઓનલાઈન એજયુકેશન વિષય ઉપર એક નેશનલ જી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે .

કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020  ની પ્રસ્તુતિ કરવામાં આવી છે . રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 ના પ્રકલ્પો પૈકી એક પ્રકલ્પ ઓનલાઈન શિક્ષણ છે . તેમાં જણાવ્યા અનુસાર કુલ અભ્યાસક્રમના 40 % અભ્યાસ વિદ્યાર્થીઓને ઓનલાઈન કરાવવાનો છે . આ  નેશનલ કોન્ફરન્સમાં  આટર્ક્ષફીશ્યલ ઈન્ટેલીજન્સ  (કૃત્રિમ બૌધીત્વ) નો ઉપયોગ ઓનલાઈન એજ્યુકેશનમાં કેવી રીતે ઉપયોગી થઇ શકે એ અંગે નિષ્ણાંતો માર્ગદર્શન આપશે અને સંશોધકો જ્ઞાનનું આદાન – પ્રદાન કરીને રોજબરોજના શિક્ષણ કાર્યમાં તેનો ઉપયોગ કરી શકશે .

આ વિષય અંતર્ગત આયોજીત નેશનલ કોન્ફરન્સમાં દેશની ખ્યાતનામ સંસ્થાઓમાંથી નિષ્ણાતો ને વ્યક્તવ્ય આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે . જે પૈકી કે ઈન્ફર્મેશન એન્ડ લાઈબ્રેરી નેટવર્ક સેન્ટર, ગાંધીનગરના ડાયરેક્ટર અને વિજ્ઞાનિક પ્રોફેસર ડો . જે . પી . સિંધ જુરેલ મુખ્ય વક્તા છે . જેઓ ઞૠઈ ના જુદા – જુદા ઓનલાઈન અભ્યાસ માટેના પોર્ટલ ખઘઘઈજ , જઠઅટઅઢ અને ગઙઝઊક વિષે માહિતગાર કરશે. યુનિવર્સિટી ઓફ જમ્મુ , જમ્મુના આંકડાશાસ્ત્ર ભવનના સીનીયર પ્રોફેસર અને સંશોધક ડો . પરમિલકુમાર , જેઓ ઇન્ફોર્મેશન સાયન્સ (માહિતી વિજ્ઞાન) અને સ્ટેટીસ્ટીકલ ઈન્ફરન્સ ( આંકડાશાસ્ત્રીય અનુમાન ) વિષયના નિષ્ણાંત અને ખ્યાતનામ સંશોધક છે . તેઓ આંકડાશાસ્ત્ર વિષય અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ નો ઉપયોગ ઓનલાઈન શિક્ષણમાં કેવી રીતે ઉપયોગી છે તે બાબતે વ્યક્તવ્ય આપશે . સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટી , અમરાવતીના આંકડાશાસ્ત્ર વિષયના સીનીયર અધ્યાપકડો . સંજય ખડક્કર , જેઓ યુનિવર્સિટીની જુદી – જુદી એકેડેમિક સમિતિઓના સલાહકાર , સભ્યને અને ક્ધસલ્ટન્ટ છે . તેઓ નેશનલ કોન્ફરન્સના વિષય સંદર્ભે અધ્યાપકો કેવી રીતે યોગદાન આપી શકે અને યુનિવર્સિટીની એકેડેમિક સમિતિઓ તેમને કેવી રીતે મદદરૂપ થઇ શકે એ વિષે માહિતગાર કરશે .

કોમ્પ્યુટર સાયન્સ ડીપાર્ટમેન્ટ , ગુજરાત યુનિવર્સિટીના સીનીયર પ્રોફેસર ડો . હિરેન જોશી , જેઓ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ વિષયના નિષ્ણાંત અને સંશોધક છે . તેઓ ઓનલાઈન શિક્ષણમાં આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સનો કેવીરીતે ઉપયોગ કરીને વિદ્યાર્થીભોગ્ય બનાવી શકાય તે બાબતે ટેકનિકલ પાસાઓની છણાવટ કરનાર છે . ઉપરાંત કોન્ફરન્સના વિષય સંદર્ભે પ્રકાશિત થયેલા સંશોધન પત્રોથી પણ માહિતગાર કરશે . આ નેશનલ કોન્ફરન્સમાં સેન્ટ્રલ ફોરન્સીક યુનિવર્સિટી સહિતના ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોના કુલ 150 સંશોધકો , અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ભાગ લઇને પેપર પ્રેઝન્ટેશન કરીને જ્ઞાનનું આદાન પ્રદાન કરશે . કોન્ફરન્સ ઓફલાઈન છે પરંતુ ડેલીગેટ્સની સુવિધા અને સગવળના માટે નોંધણીથી લઈને સર્ટીફીકેટ ડાઉનલોડ સહિતની સમગ્ર પ્રક્રિયા માટેનું ઓનલાઈન પોર્ટલ બનાવેલ છે . આ નેશનલ કોન્ફરન્સને સફળ બનાવવા માટે આંકડાશાસ્ત્ર ભવનના પ્રોફેસર ડો . કિશોરભાઈ આટકોટીયા , ડો . દિશા રાંક , ડો . અચ્યુત પટેલ તથા અન્ય પ્રાધ્યાપકો કાર્યરત છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.