Abtak Media Google News

શ્રેતાઓ અને સંગીત વિના ઓનલાઇન કથાગાન થશે

પૂજ્ય મોરારી બાપુ દ્વારા તલગાજરડાનાં રામજી મંદિરે પોતાની કુલકથા ક્રમની ૮૪૫મી રામકથાનો પ્રારંભ  કાલે અને શનિવારે સવારના સાડા નવ કલાકે થશે.

જે રીતે ૮૪૪મી કથા ‘ત્રિભુવનવટ’નાં સાન્નિધ્યે યોજાઇ હતી, એ જ રીતે આ કથા તલગાજરડાનાં રામજીમંદિરનાં સાનિધ્યમાં યોજાશે. આ કથા પણ પ્રત્યક્ષ શ્રોતાઓ વિના અને સંગીતની સંગત વિનાજ ગવાશે. તારીખ ૪ જુલાઈ-શનિવારે-સાડા નવીથી બાર દરમ્યાન તેમજ ૫ જુલાઈ-ગુરુપૂર્ણિમાના દિવસે-સવારના દસ વાગ્યાથી કથાનો સમય રહેશે.  છ થી બાર જુલાઈ સુધી, કથાનો નિયત સમય સાડા નવથી બારનો રહેશે.

પૂજ્ય બાપુ જ ખુદ, આપના દ્વારે-આપનાં ટીવીમાં-આવવાના હોવાથી, કોઈપણ શ્રોતાએ ગુરુપૂર્ણિમાના દિવસે તલગાજરડા પધારવું નહીં, તેવી વિનંતી કરવામાં આવી છે. આમ પણ મોરારીબાપુ દ્વારા ઘણા વર્ષોથી ગુરુપૂર્ણિમાની ઉજવણી બંધ કરવામાં આવી છે. તેથી સહુએ પોત પોતાનાં સ્થાને જ પોતાના ગુરૂનીવંદના કરી લેવી. કોરોનાનો કોપ હજી ચાલુ હોવાથી, હનુમાનજીનાં દર્શન માટે પણ ચિત્રકુટધામ, તલગાજરડા કોઈએ આવવું નહીં, તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.