Abtak Media Google News

આર્થરાઇટીસ સામે રક્ષણ, મગજને સુરક્ષા સહિત અનેક રીતે હળદર અસરકારક

ભારતીય રસોડામા મસાલા તરીકે ‘હળદર’ ખાસ મહત્વ ધરાવે છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે હળદરમાં કેન્સરના સેલને મારવા માટે ખાસ તત્વો તો આવેલા જ છે. પણ સાથે સાથે ‘હળદર’ સ્વાસ્થ્ય માટે અનેક રીતે અસરકારકતા ધરાવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે વર્તમાન સમયમાં સૌથી વધુ સ્વસ્થ્યપ્રદ જડીબુટ્ટી એ હળવદ છે. ભારતીય રસોડામાં હળદરનું ખાસ સ્થાન છે. આજ હળદરને હવે કેન્સરને મ્હાત કરનારા તત્વો તરીકે ઓળખી કાઢવામાં આવી હતી.

જર્નલ નેનો સ્કેલમાં આ અંગેનો એક ખાસ અભ્યાસ પ્રશાશિત થયો હતો. જેમાં હળદરના નેનો પાર્ટિકલ જોડવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે હળદરમાં ન્યુરો બ્લાસ્ટમાં નામના કેન્સર જન્માવતા તત્વ સામે લડી શકે તેવા રોગ પ્રતિકારક શકિત વધારનારા તથા કેન્સરને પ્રારંભમાં જ ડામી દે તેવા તત્વો નોધવામાં આવ્યા છે.

કેન્સરનો ઉત્પન્ન કરનારા આવા તત્વોને પારંપરિક પઘ્ધતિથી ઇલાજ કરવામાં આવે તો દર્દીની સ્થિતિ  કથળતી હોય તેવું આપણે માનતા હોઇએ છીએ ત્યારે આ અભ્યાસમાં જણાવ્યા મુજબ કેન્સરના દર્દીની સારવાર માટે વાપરવામાં આવતી પઘ્ધતિની જેમ કોઇપણ જાતની ઝેરી અસર છોડાતી આ પઘ્ધતિ દ્વારા જોવા મળતી નથી. કે જે લાંબા ગાળે દર્દીના સ્વાસ્થ માટે ખતરા સમાન હોય આવું અમેરિકાના વેસ્ટ ર્મોલેન્ડના પિડીયાટ્રીક સર્જન દ્વારા જણાવવામાં આવ્યું હતું અને એક નામાંકિત લેખક દ્વારા અભ્યાસ ના તારણ સાથે જર્નલ નેનો સ્કેલમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

ન્યુરોબ્લાસ્ટમાં કેન્સરની શ‚આત સૌથી પહેલા ર્ન્વસેલ દ્વારા પછી વધીને કિડની સુધી પહોંચે છે. એવું સંશોધકો દ્વારા નોંધવામાં આવ્યું હતું. ત્યારે હળદરના નેનો પાર્ટીકલનો ઉ૫યોગ કરી ટયુમરની વિવિધ સાઇટ પર અસર પહોંચાડવામાં આવે છે કેન્સરની દવામાં હળદરે વાહક તરીકે સારી અસરકારતા છોડી હતી. એવું અમેરિકાની સેન્ટ્રલ ફલોરિડા યુનિર્વસીટીના પ્રોફેસર સુદિપ્તા સીલે જણાવ્યું હતું આ ‘હળદર’ ની ઉપયોગિતા માટે હજુ પણ  વધારે સંશોધનો કરવાની આવશ્યકતા છે. એવું તેમણે જણાવ્યું હતું. ‘હળદર’નો ખોરાકમાં દરરોજ શા માટે ઉપયોગ કરવો જોઇઅ તેના કારણે જાણવા જરુરી છે.

* આથેરાઇટીસ દુ:ખાવા સામે રાહત:-

‘હળદર’ દ્વારા આર્થરાઇટીસના કારણે શરીરના જુદા જુદા ભાગોમાં વણ જોઇતા દુ:ખાવા થાય છે. જેનું કારણ ઓસ્ટિયો આર્થરાઇટીસ છે જે હાડકામાં કળતર જન્માવે છે આવા દુ:ખાવો ઉભા કરનારા ઝેરી તત્વો સામે રોગપ્રતિકારક તરીકે લડીને શરીરમાંથી દુ:ખાવાની અસરને દુર કરવામાં ‘હળદર’ મહત્વની ભૂમિકા ભજવે છે.* મગજને સુરક્ષિત રાખે છે:-હળદર દ્વારા મગજનાં સ્ટેટસેલ્સને રીપેર કરી શકાય છે. સંશોધકોએ અલ્ઝાઇમરના દર્દીઓની યાદ શકિત વધારવામાં પણ હળદરની ઉપયોગીતાની નોંધ લીધી છે.* પાચનક્ષમતામાં વધારો:-જો તમે પાચનની લગતી કોઇ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો લીલી હળદર દ્વારા મદદ મળી રહે છે. જઠરમાં થતી પાચનક્રીયા વખતે પાચકરસોને છુટા પાડીને પાચન ક્રિયામાં હળદર ખુબ જ મહત્વની કામગીરી કરે છે.* ઘાવ ઝાવે છે.હળદર એ કુદરતી એન્ટીસેફટીક છે કે જે બેકટેરીયાની અસર ઓછી કરી છે. માટે  ‘ઘા’ પર હળદરનો પાવડર છાંટવાથી ઘાવ જલ્દી ‚ઝાવે છે. આ ઉપરાંત કોઇપણ પ્રકારની આંતરીક ઇજામાં પણ ‘હળદર’ પાવડરને ગરમ દુધ સાથે મિકસ કરીને રોજ પીવાથી રાહત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.