Abtak Media Google News

ભારતની મંજૂરી વગર પાકિસ્તાને ચીનની મદદથી દીશમર-ભાશા ડેમનું નિર્માણ કાર્ય શરૂ  કરતા વિદેશ મંત્રાલયે ઉગ્ર વિરોધ દર્શાવ્યો

પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરનાં ગિલગિટ-બાલ્ટીસ્તાન વિસ્તારમાં ઈમરાન સરકારે ડીશમર-ભાશા ડેમ બનાવવાના કાર્યનો તાજેતરમાં પ્રારંભ કર્યો છે. ચીનની મદદથી પાકિસ્તાન સરકાર દ્વારા હાથ ધરાયેલા આ મેગા પ્રોજેકટનો ભારત સરકારે ઉગ્ર વિરોધ કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ વિરોધ મુદે જણાવ્યું છે કે સમગ્ર કાશ્મીર ભારતનું છે ત્યારે ભારતની મંજૂરી વગર આ ડેમનું નિર્માણ કાર્ય કરી શકાય નહી આ ડેમ બનવાથી જમ્મુ-કાશ્મીર અને લડાખમાં મોટાપ્રમાણમાં જમીન ડુબમાં જશે.

પાકિસ્તાનની ઈમરાનખાન સરકારે તેમના કબજાગ્રસ્ત કાશ્મીરનાં ગિલગીટ અને બાલ્ટીસ્તાન વિસ્તારમાં રૂા.૨૪૪૨ અબજ રૂા.ના ખર્ચે ડીશમર-ભાશા ડેમ બનાવવાના કાર્યનો પ્રારંભ કર્યો છે. પાકિસ્તાની સેના અને ચીનની એક સરકારી કંપની દ્વારા આ મેગા પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. જે સામે ભારતનાં વિદેશ મંત્રાલયે પોતાનો સખ્ત વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે આ અંગે જણાવ્યું હ્તુકે પાકિસ્તાને જયારથી આ ડેમ બનાવવાની યોજના બનાવી ત્યારથી ભારત તેનો વિરો કરતુ આવ્યું છે. હવે ડેમનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે પણ ભારત સરકારે પોતાનો ઉગ્ર વિરોધ પાકિસ્તાન સરકાર સમક્ષ રજૂ કર્યો છે.

શ્રી વાસ્તવે વધુમાં ઉમેર્યું હતુ કે સમગ્ર કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ત્યારે પાકિસ્તાન તેના કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં કોઈ નિર્માણ કાર્ય ભારત સરકારની મંજૂરી વગર કરી રહ્યું છે. તે કોઈપણ સંજોગોમાં સાંખી લેવા યોગ્ય નથી. આ ડેમ બનવાથી જમ્મુ-કાશ્મીર અને લડાખની મોટા પ્રમાણની જમીન ડુબમાં જવાની સંભાવના છે. જેથી પણ આ ડેમના નિર્માણ કાર્ય સામે ભારતનો વિરોધ છે. આ ડેમનાં નિર્માણ કાર્યમાં ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. તે પણ ભારત માટે એક ચિંતાનો વિષય સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.