Abtak Media Google News

આપણે વડીલોને જોયા છે કે તેઓ વહેલી સવારે જાગીને તાંબાના ગલાસ અથવા કળશમાં રાખેલું પાણી પીતા હોય છે, જે તેઓ રાત્રે ભરી ને રાખી દેતા હતા. પરંતુ શું તમે વિચાર્યું છે કે તે શા માટે કાચ અથવા સ્ટીલ માં નહીં પરંતુ માત્ર તાંબાનાં વાસણોમાં જ પાણી પીવે છે. આટલું જ નહીં તેની સાથે તેઓ અન્ય મહત્વપૂર્ણ કામ પણ તાંબાના પાણીથી કરતા હતા. આજે તાંબાના પાણીને કેમ ખાસ માનવામાં આવે છે એનું પાછળ નું કારણ રહેલું છે.

Advertisement

આયુર્વેદમાં એવી માન્યતા છે કે તાંબાના વાસણનું પાણી ત્રણ દોષોને સંતુલિત રાખે છે. વાત, કફ અને પિત્ત ને સંતુલિત રાખે છે . આ પાણીનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળે છે જ્યારે તાંબાના વાસણમાં ઓછામાં ઓછા 8 કલાક પાણીને  રાખવામાં આવે. એટલા માટે જ તાંબાના વાસણમાં રાત્રે પાણી ભરીને મૂકતા હતા અને સવારે તેને પીતા હતા. તેમજ વિજ્ઞાને પણ આ પાણીના અનેક ફાયદાઓ વિશે જણાવ્યું છે,

  • પાચન પ્રણાલીમાં સુધારો

તાંબું પેટ, યકૃત અને કિડનીને ડિટોક્સ કરે છે. તેમાં એવા ગુણધર્મો છે જે પેટને નુકસાન પહોંચાડતા બેક્ટેરિયાને મારી નાખે છે. જેના કારણે પેટમાં ક્યારેય અલ્સર અને ચેપ થતો નથી. આ સાથે તાંબુ એસિડિટી અને ગેસ જેવા પેટ સંબંધિત રોગોથી પણ રક્ષણ આપે છે. એટલા માટે  સવારે ખાલી પેટ એક મોટો ગ્લાસ તાંબા નું પાણી પીવો.

  • સંધિવા અને સાંધાના દર્દ માં રાહત આપે

તાંબા માં રહેલો એન્ટી ઈફ્લેમેટ્રી નો ગુણધર્મ દર્દ માં રાહત આપે છે. ખાસ કરીને સાંધાના દુખાવાથી રાહત મળે છે. તેથી જ સંધિવા અને સાંધાના દુખાવાથી પીડિત લોકોએ આ પાણી પીવું જ જોઇએ. આ ઉપરાંત, તાંબુ હાડકાં અને રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

  • લાંબા સમય સુધી યુવાન રાખે

તાંબા માં રહેલ  એન્ટી-ઓક્સિડેન્ટ્સ ચહેરાની ફાઇન લાઇન અને કાળાશ દૂર કરે છે અને ત્વચા પર સલામતીનું સ્તર બનાવે છે. સૌથી મોટુ કારણ એટલે કે ફ્રી રેડીકલ ને ટાળીને, ફાઇન લાઇનમાં વધારો કરે છે, જેના કારણે તમે લાંબા સમય સુધી યુવાન રહી શકો છો.

  • વજન ઓછું કરે

જો તમારે ઝડપથી વજન ઓછું કરવું હોય તો તાંબાનાં વાસણનું પાણી પીવો. આ પાણી તમારી પાચક શક્તિને સુધારે છે અને શરીરમાંથી ખરાબ ચરબી દૂર કરે છે. આ પાણી શરીરમાં ફક્ત જરૂરી ચરબી જ રાખવામાં મદદ કરે છે.

  • ઘાવ ને જલ્દી સારો કરે છે

તાંબામાં હાજર એન્ટી વાઈરલ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ કોઈ પણ ઘા અને જખમને ઝડપથી મટાડવામાં મદદ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને નવા કોષો બનાવે છે, જેના કારણે ઘાવ ઝડપથી મટી જાય છે. બાહ્ય ઘા કરતા તાંબાનું પાણી આંતરિક ઘા જલ્દી મટાડી દેઈ છે, તેમાં પણ ખાસ કરીને પેટનાં ઘા ઝડપથી મટાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.