Abtak Media Google News

   રાજકોટ સમાચાર

 

Advertisement

રાજકોટના વતની લલિત ભાઈ વાઘેલા છેલ્લા ચાર છ મહિનાથી શરદીથી  નાક બંધ થઈ જવાની  તકલીફથી પીડાતા હતા . ત્યારે તેઓ એ રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત ઈ એન્ટી સર્જન ડૉ હિમાંશુ ઠક્કરની ઠક્કર હોસ્પિટલ ખાતે નિદાન કરાવવા જતા ડૉ હિમાંશુ ઠક્કરે નાકની દૂરબીન વડે તપાસ કરતાં માલૂમ પડયું કે દર્દીના જમણા ના માં છેક ઊંડે સુધી એક મસો હતો અને તે આગળ નાકના છિદ્રથી શરૂ થઈ છેક નાકની પાછળ તાળવા સુધી પહોંચી ગયો હતો .

સિટી સ્કેન કરાવતા માલૂમ પડયું કે તે મસો જમણી બાજુએ સાયનસ અને આખી નાકની જગ્યામા પ્રસરી ગયેલ છે. ડૉ હિમાંશુ ઠક્કરે દર્દીને  ઓપરેશન માટે સમજાવી દૂરબીન Endoscope અને કેમેરા વડે સ્પેશિયલ મશિન વડે અને ખૂબ જ કુનેહ પૂર્વક કોઈ પણ જાતનો ચેકા કે  ટાંકા વગર 8 સેન્ટિમીટર જેટલો મોટો મસો કાઢી આપી દર્દીને યાતના મુક્ત કર્યા હતા.

આ તબક્કે દર્દી અને તેના સગા સંબંધીઓ એ ડૉ હિમાંશુ ઠક્કરનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો . ડૉ ઠક્કરના જણાવ્યા મુજબ આ એક અનોખો કેસ હતો.  કેમ કે આટલો મોટો મસો આંખ અને મગજ સુધી પ્રસરી શકે અને કાઢતી વખતે પણ ખૂબજ ધ્યાન રાખવું પડે કેમ કે નાકના નાના છિદ્ર માંથી દૂરબીન વડે કાઢતી વખતે complications થવાની શક્યતા રહેલી હોય છે.  પરંતુ કોઈ પણ જાતની તકલીફ વગર ઓપરેશન પાર પાડવામા અવેલા છે અને દર્દીને હોસ્પિટલ માંથી રજા પણ આપી દેવાઇ છે.  ડૉ ઠક્કરના જણાવ્યા મુજબ શરદી કફ જેવી સમસ્યાઓને અવગણવી ન જોઈએ અને વહેલી તકે નિષ્ણાત ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઇએ.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.