Abtak Media Google News

ગુજરાતના પ્રથમ મહિલા શ્રીમતિ અંજલીબેન રૂપાણી તથા રાજકોટના મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનું આયોગના અઘ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાના ઘરે પધાર્યા હતા અને શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તકે ડો. કથીરીયા તથા શ્રીમતિ કાંતાબેન કથીરીયાએ ગાયના ગોબરમાંથી બનાવેલ ઇકો-ફેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાથી શ્રીમતિ અંજલીબેન રૂપાણી તથા શ્રીમતિ બીનાબેન આચાર્યનું અભિવાદન કયુૃ હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના છેલ્લા ‘મન કી બાત’કાર્યક્રમની શ્રૃંખલામાં આગામી ગણેશોત્સવ અને અન્ય પર્વોની શુભકામનાઓ પાઠવવાની સાથે આ વર્ષે પર્યાવરણ રક્ષા અર્થે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું ગણેશોત્સવ દરમ્યાન સ્થાપન કરવા અંગે દેશની જનતાને આહવાન કર્યુ છે. મોદીજીના આ આહવાનને સ્વીકારી રાષ્ટ્રીય કામધેનું આયોગે આ વર્ષે ગોમય-ગોબરથી બનાવેલી ગણેશજીની પ્રતિમાના સ્થાપન, પૂજન માટે અભિયાનરુપે જનતા જનાર્દન સમક્ષ અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રીના આત્મ નિર્ભર ભારત અને મેઇક ઇન ઇન્ડિયા આંદોલનને ઘ્યાનમાં રાખી આ વર્ષે સમગ્ર દેશની ગૌશાળાઓને તથા યુવા-મહિલા ઉઘોગીઓ, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને ભારતીય દેશી ગાયોના ગોબરમાંથી ગણેશજીની અલગ અલગ સાઇઝની મૂર્તિઓ બનાવવા આગળ આવવા અને આ અભિયાનમાં જોડાયા ડો. કથીરીયાએ આગ્રહ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.