Abtak Media Google News

એસ.પી.જી. ગ્રુપના ર૦ લોકો સામે ગુનો નોંધાયો

તલવાર,પાઇપ અને છરી જેવા ઘાતક હથિયાર સાથે ધુસેલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ

અર્મીન માર્ગ પર રહેતા કારખાનેદાર પટેલ યુવાને થોડા દિવસ પૂર્વે ફેસબુક પર પોતાની એક મિત્રએ ટીપ્પણી કરતી પોસ્ટ મુકી હતી. જે બાબતે એસ.પી. જી. ગ્રુપ સાથે જોડાયેલા એક પટેલ યુવાનને ન ગમતા તેણે ગાળો ભાંડી હતી. જે બાબતનો ખાર રાખી જીતેષ તોગડીયાની ટીમે ટોળકી રચી કારખાને જઇ કારખાનેદારને ધમકી આપી હથિયારો સાથે ધમાલ ચકડી મચાવી હતી. બનાવ અંગે કારખાનેદારે પોલીસ બોલાવતા ટોળકી નાશી છુટી હતી. પરંતુ ભકિતનગર પોલીસે સીસી ટીવી કુટેજના આધારે આઠ શખ્સોની ધરપકડ કરી છે.

Advertisement

બનાવ અંગે ભકિનગર પોલીસે અમીન માર્ગ પીરામિડ ટાવર પાસે ગુલાબવાટીકામાં રહેતા પ્રતિક દિનેશ ટોપીયા (ઉ.વ.૨૯) ની ફરીયાદ પરથી એસપીજી ગ્રુપ રાજકોટના જસ્મીન પીપળીયા, જીતેષ તોગડીયા, મહેન્દ્ર વાછાણી, નૈમીષ કાકડીયા, રાજુ વઘાસીયા, સંજય અજાણી, લાલજી ચોવટીયા (રહે. બધા રાજકોટ) તથા અજાણ્યા ૧પ થી ર૦ શખસો સામે આઇ.પી.સી. ૧૪૩, ૧૪૪, ૫૦૪, ૫૦૬ (ર) મુજબ ગુનો નોંઘ્યો છે. બનાવ અંગે પી.એસ. આઇ.એસ.એન. જાડેજાએ ૮ શખ્સોની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં કારખાનેદાર પ્રતિક ટોપીયાએ આઠેક દિવસ પૂર્વે  ફેસબુક ફેન્ડ મેહુલ પાટીદારે મુકેલી પોસ્ટ પર કોમેન્ટ કરી ઇમોજી મુકયું હતું. જયારે સામા પક્ષે જીતેષ તોગડીયાએ ગાળા લખી હતી ત્યારબાદ આ મેટર પૂરી થઇ ગઇ હતી.એ પછી કારખાનેદારે જીતેષ તોગડીયાને તેના મોબાઇલ નંબર પર ફોન કરી ‘તું શું કામ ગાળો આપે છે’ તે બાબતે બોલાચાલી થયા બાદ ઝડઘો થયો હતો. જે ઝઘડાનો ખાર રાખી જસ્મીન પીપળીયા, જીતેષ તોગડીયા સહીત ર૦ જેટલા માણસો ધારીયા-તલવાર, છરી, ધોકા લઇ વીરાણ અઘાટમાં આવેલા પટેલ કારખાનેદાર ને ત્યાં દોડી જઇ ધોકા પછાડી ધમાલ ચકડી કર્યા બાદ કારખાનેદારને ધમકી આપી હતી. જેથી કારખાનેદાર પોતાની ઓફીસમાં છુપાઇ જઇ પોલીસને જાણ કરી હતી. ભકિતનગર પોલીસે દોડી જઇ સીસીટીવી કુટેજના આધારે ધમાલ ચકડી મચાવનાર સામે ગુનો નોંઘ્યાનું તપાસમાં ખુલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.