Abtak Media Google News

શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. શ્રાવણ મહિનામાં જો ફરાળી ન ખાઇએ તો કાંઇ અધુરુ લાગે. તો ચાલો આપણે જાણીએ ફરાળી ઢોસા બનાવવા માટેની રીત.

Advertisement


ફરાળી ઢોસા બનાવવા માટેની સામગ્રી:

  • ૩ કપ મોરૈયો
  • ૧ કપ સાબુદાણા
  • ૧/૨ કપ દહીં
  • સ્વાદ પ્રમાણે સિંધાલુ
  • તેલ કે બટર શેકવા માટે

3 2 1શાક બનાવવા માટેની સામગ્રી:

  • ૨૫૦ ગ્રામ બાફેલા બટાકા
  • ૨ થી ૩ ઝીણા સમારેલા લીલા મરચા
  • સ્વાદ પ્રમાણે સિંધાલુ
  • ૧ ટી સ્પૂન લીંબુ નો રસ
  • ૧ ટેબ.સ્પૂબ ખાંડ
  • ૧ ટેબ.સ્પૂન તેલ
  • ૧/૨ ટી.સ્પૂન જીરું

Images 12ફરાળી ઢોસા બનાવવા માટેની રીત:

  • સૌ પ્રથમ મોરિયા અને સાબુદાણા ને જુદા રાખી ૩ થી ૪ કલાક પલાળી લો.ત્યારબાદ તેમને જુદા જુદા જ વાટી લો.
  • તેમાં દહીં અને સિંધાલુ નાખી બરાબર હલાવી ૩ થી ૪ કલાક માટે ઢાંકી ને ગરમ જગ્યા પર મૂકી રાખો.
    ૩ થી ૪ કલાક પછી ખીરું લઇ બરાબર હલાવી લો.
  • પછી એક નોન સ્ટીક તવી માં તેલ કે બટર મૂકી ઢોસો પાથરી લો.
  • નીચેથી બદામી થાય પછી ઉથલાવી લો. બંને બાજુ શેકાઈ જાય પછી તેની પર શાક પાથરી ફોલ્ડ કરી દહીં સાથે પીરસો.

શાક બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી જીરા નો વઘાર કરી તેમાં ઝીણા સમારેલા લીલા મરચા નાખી બાફીને સમારેલા બાફેલા બટાકા નાખી સિંધાલુ નાખી હલાવી લો. ત્યારબાદ તેમાં લોમ્બુ નો રસ અને ખાંડ નાખી ખાંડ ઓગળે ત્યાં સુધી રાખી નીચે ઉતારી લો.બરાબર સ્મેશ કરી ઢોસા માં ભરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.