Abtak Media Google News

ફ્રાન્સથી 7 હજાર કિમીનું અંતર કાપીને પાંચ રાફેલ જેટ બુધવારે બપોરે લગભગ 3.15 કલાકે અંબાલા એરબેઝ પર ઉતર્યા છે.

રાફેલે થોડી વાર સુધી અંબાલાના આકાશમાં ગર્જના કરતા ઉડાન ભરી અને પછી એરબેઝ પર સ્મૂથ લેન્ડિગ કર્યું. પાંચેય રાફેલ એક જ એરસ્ટ્રિપ પર એક પછી એક કરીને લેન્ડ થયા.

એરફોર્સ સ્ટેશનની નજીક કડક સુરક્ષા કરી દેવાઈ છે. ઠેર ઠેર પોલીસ તહેનાત છે. હેલિકોપ્ટર સતત એરફોર્સ સ્ટેશનની ઉપર ઉડાન ભરી રહ્યા છે. આ પહેલા INS કોલકાતાએ રાફેલની ટુકડીનો સંપર્ક સાધ્યો અને હેપ્પી લેન્ડિગ, હેપ્પી હંટિંગ કહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.