Abtak Media Google News

‘દેશમાં ઉગતા ફ્રુટને દેશી નામ આપો’

કચ્છના ડ્રેગન ફ્રુટ ઉત્પાદકોની સાંસદ ચાવડાને રજૂઆત

કચ્છમાં સફળતાપૂર્વક વિદેશી ડ્રેગન ફ્રુટની ખેતી થઈ રહી છે ત્યારે આ ફ્રુટને દેશમાં કમલમ ફ્રુટ તરીકે ઓળખવવા ઉત્પાદક કિસાનોએ સાંસદ વિનોદભાઈ ચાવડાને આવેદનપત્ર આપ્યું હતું. શકિત વર્ધક અને રોગપ્રતિકારક ફલ જેનું વિદેશી નામ ડ્રગન ફ્રુટ છે. જેની ખેતી કચ્છમાં વિપુલ પ્રમાણમાં થાય છે અને તેનો ઉલ્લેખ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ મન કી બાતમાં કર્યો હતો. કચ્છમાં આ આયાતી ફલ ડ્રેગન ફ્રુટની ખેતી થાય છે. જે ફળની ઉંચી ગુણવતા તથા ઓછી જમીનમાં વધારે ઉત્પાદન થાય છે. વડાપ્રધાને કચ્છના કિશાનોને બિરદાવ્યા હતા. કચ્છના ખેડુતો તેને કમલમ ફ્રુટ તરીકે ઓળખે છે. દેશભરમાં તે ફળની ઓળખ કમલમ ફ્રુટ થાય માટે આજે કચ્છ કિશાન કમલમ ફ્રુટ પરિવારના નેજા હેઠળ કચ્છના કિશાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી સમસ્ત દેશમાં આ ફ્રુટ કમલમ ફ્રુટ તરીકે ઓળખાય તેવી રજુઆત કરી હતી. સાંસદને નિમંત્રણ આપી આવેદન સુપ્રત કરી કમલમ ફ્રુટનું નામ દેશભરમાં પ્રખ્યાત થાય માટે સરકાર પાસે રજુઆત કરવા સુચવ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ કિશાનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રનને સ્વીકારતા જણાવ્યું હતું કે, કમલમ ફ્રુટ શાંતાવર્ધક અને કમળની જેમ કલર અને નિખાર ધરાવે છે.

Pic 2

શકિતવર્ધક ફ્રુટ ઘણી બધી શારીરિક નબળાઈઓ, ગંભીર રોગોમાં ઉપયોગી ઉતમ ફળ છે. દિવસો દિવસ આ ફ્રુટની લોકપ્રિયતા વધી રહી છે. દેશમાં કમલમ, ફ્રુટના ઉત્પાદનમાં વધારો થાય અને આ ફળ આપણે નિકાસ કરી આત્મનિર્ભર ભારત અભિયાનથી પ્રેરિત થઈ આપણા કિશાન ભાઈઓ સ્વદેશી પહેલ કરી તે આવકારદાયક છે. કચ્છના કિશાનોની કમલમ ક્રાંતિના નિવેદન સમયે આશાપુરા એગ્રો ફ્રુટ, ભુજ, પિંડોરીયા ફાર્મ આસંબીયા, પટેલ ફાર્મ ધુણઈ, કડિયા ફાર્મ અબડાસા, બાપા દયાળુ ફાર્મ સામત્રા, વિષ્ણુ ફાર્મ માજીરાઈ – મંજલ, આશાપુરા ફાર્મ એન્ડ નર્સરી મોટી મઉ, જેઠવા ફાર્મ મુન્દ્રા, શ્રી હરી ફાર્મ ફોડાય, પટેલ ફાર્મ, વાસુ પુન્ય ફાર્મ ખારૂઆ, કે.ડી.ધોળું ફાર્મ માનકુવા, નેચરલ ફાર્મ ચંદુઆ રખાલના પ્રતિનિધિઓ સાથે કચ્છ કિશાન કમલમ ફ્રુટ પરિવારના કિશાન ભાઈઓ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.