Abtak Media Google News

પ્રિઝનર વોર્ડમાં બીડી પીવાની તબીબની ફરિયાદ પરથી સિકયુરીટી ટીમે રંગે હાથે પકડયો: કેદીને ઘરનું ટીફીન લાવવાની મનાઇ

રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ બીલડીગના ચોથા માળે ગોંડલ સબ જેલના કેદીના ઘરેથી આવતા ટીફીનમાંથી સિક્યુરિટી ગાર્ડની ટીમે બીડી- ફાકીના પેકેટ ઝડપી પાડી પોલીસને જાણ કતી હતી.

જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં ત્રીજા અને ચોથા માળે કેદીઓ માટે પ્રિઝનર વોર્ડ બનાવાયા છે. આ વોર્ડમાં કેટલાક દિવસથી બીડી પીવાથી હોવાની ફરિયાદો તબિબો તરફથી મળતા સિક્યુરીટી ઇન્ચાર્જ અને સ્ટાફે સતત વોચ રાખવાનું શરૂ કર્યું હતું. તેમજ કોવિડ સેન્ટરમાં સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ થતું હોય તેના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. પરંતુ કંઇ પકડાતું નહોતું. દરમિયાન ગત રાતે ચોથા માળે રખાયેલા ગોંડલ જેલ ના કેદી ફિરોઝ જીકાર ભાઇને ઘરમાં ટિફિન આપવામાં આવ્યું હોઇ આ ટિફિન તમામ ખાના સિક્યુરિટી ચેક કરતાં ભાત ખાનામાં ભાત અંદર છુપાવેલી બીડી તથા તમાકુ મળી આવતાં સિકયુરીટી ઇન્ચાર્જ અને પ્રિઝનર વોર્ડ ખાતે ફરજ માં રહેલા પોલીસ સ્ટાફને જાણ કરાઇ હતી. અમુક કેદીઓ ગુટકા પણ ખાતા હોવાની ફરિયાદો મળી હોય તેની પણ સિકયુરીટી દ્વારા તપાસ થઇ રહી છે. સમગ્ર કોવિડ સેન્ટરમાં સીસીટીવી કેમેરાથી ખાસ કંટ્રોલ રૂમ મારફત વોચ રાખવામાં આવી રહી છે. પીએસઆઇ તથા સિકયુરીટી ઇન્ચાર્જ સતત પ્રિઝનર વોર્ડમાં ચેકીંગ પણ કરતા રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.