Abtak Media Google News

જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સત્યમ સેવા યુવક મંડળને કોરોના વોરિયર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાને કોરોના વોરિયર્સ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના અધ્યક્ષ અને જીલ્લા ન્યાયધીશ રીજવાનાબેન બુખારી તેમજ સેક્રેટરી  પી.એમ. આટોદરિયા દ્વારા કોરોના સંકટ કાળમાં ૬૦ દિવસ લોકડાઉનના સમયે સત્યમ સેવા યુવક  મંડળના ટ્રસ્ટીઓ, સેવાભાવી કાર્યકરો તેમજ દાતાઓ દ્વારા કામગીરી બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.